
મહત્વનું છે કે, જ્યારે તમે સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરો છો, ત્યારે સરકાર દ્વારા અધિકૃત કંપનીઓ જ તમારા માટે સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરશે. તમારે માત્ર મેન્ટેનન્સ પર જ ખર્ચ કરવો પડશે.

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ 1 થી 2 કિલોવોટની સોલાર પેનલ લગાવવા માટે 30 હજારથી 60 હજારની સબસીડી, 2 થી 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવા પર 60000 રૂપિયાની સબસીડી મળે છે 3 કિલોવોટથી વધુ ઇન્સ્ટોલ કરવા માટે માત્ર 78000 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ધારો કે કેન્દ્ર સરકાર 60 ટકા સબસિડી આપે છે તો રાજ્ય સરકારો તમને 30-40 ટકા સબસિડી આપશે. તે જ સમયે, તમે બેંકમાંથી 10 થી 20 ટકાની વચ્ચે લોન લઈને સોલર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો.