20 એપ્રિલે દેખાશે અદ્દભુત નજારો, 100 વર્ષ બાદ દેખાશે હાઈબ્રિડ સૂર્યગ્રહણ !
Hybrid solar eclipse 2023 : 100 વર્ષ બાદ અવકાશમાં ફરી એકવાર એક અદ્દભુત ઘટના બનવા જઈ રહી છે. 20 એપ્રિલના રોજ આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળશે. આ સામાન્ય નહીં પણ ખાસ પ્રકારનું સૂર્યગ્રહણ હશે.
1 / 5
વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ દેખાશે. આ ગ્રહણ સવારે 07.04 વાગ્યાથી શરુ થશે અને બપોરે 12.29 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ 5 કલાક 24 મિનિટ સુધી દેખાશે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે અને સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી, તેવી સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ચાલો જાણીએ સૂર્યગ્રહણના પ્રકારો વિશે.
2 / 5
પૂર્ણ સૂર્યગ્રહણ - જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે પૃથ્વીના એક ભાગ પર દિવસે પૂર્ણ અંધકાર છવાઈ જાય છે. તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
3 / 5
આંશિક સૂર્યગ્રહણ - આ સૂર્યગ્રહણમાં ચંદ્ર સૂર્યના કેટલાક ભાગના પ્રકાશને રોકે છે, જેને કારણે સૂર્ય આંશિક દેખાઈ છે.
4 / 5
વલયાકાર સૂર્યગ્રહણ - આ પ્રકારના સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે અને ચંદ્ર આ પ્રકારના ગ્રહણમાં સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતું નથી. જેને કારણે સૂર્યનો રિંગ જેવો આકાર દેખાય છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ કહેવાય છે.
5 / 5
હાઈબ્રિડ સૂર્યગ્રહણ - 20 એપ્રિલના રોજ હાઈબ્રિડ સૂર્યગ્રહણ દેખાશે. 5 કલાક 24 મિનિટમાં આંશિક, પૂર્ણ અને વલયાકાર એમ ત્રણેય પ્રકારના સૂર્યગ્રહણ અલગ અલગ સમયે દેખાશે. આ પ્રકારનું સૂર્યગ્રહણ 100 વર્ષ પછી દેખાઈ રહ્યું છે અને હવે પછી વર્ષ 2031માં દેખાશે.