HUL સર્ફ, Rin, Lux, Ponds, Lifebuoy, Lakme, Brooke Bond, Lipton અને Horlicks જેવી લોકપ્રિય બ્રાન્ડની માલિકી ધરાવે છે. HULના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત જાવાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં શહેરી બજારોમાં FMCGની માંગમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ધીમે ધીમે સુધારો ચાલુ રહ્યો હતો. આ સંદર્ભમાં અમે સ્પર્ધાત્મક અને નફાકારક કામગીરી દર્શાવી.