રાત્રે વારંવાર ઊડી જાય છે ‘ઊંઘ’? સૂતા પહેલાં ભૂલથી પણ ન કરો આ કામ, નહિતર સવારે વધશે ‘થાક અને ચીડિયાપણું’

દિવસભરના થાક પછી રાત્રે એક સારી અને ગાઢ ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો કે, ઘણીવાર આપણી જ કેટલીક નાની-નાની આદતોના કારણે આપણી ઊંઘ વારંવાર ઊડી જાય છે અને સવારે થાક અનુભવાય છે.

| Updated on: Jun 20, 2026 | 8:33 PM
1 / 5
ચા-કોફી પીવી: જો તમને પણ સૂતા પહેલા ચા કે કોફી પીવાની આદત છે, તો તેનાથી તમારી ઊંઘ વારંવાર ઊડી શકે છે. અસલમાં ચા અને કોફીમાં રહેલું કેફીન તમારા મગજને એક્ટિવ (સક્રિય) કરે છે. આ કારણે અથવા તો ઊંઘ મોડી આવે છે અથવા તો ગાઢ ઊંઘ નથી આવતી. આનાથી તમને એસિડિટી પણ થઈ શકે છે, જેના કારણે પણ ઊંઘમાં ખલેલ પડી શકે છે.

2 / 5
મોડી રાત્રે જમવું: ડિનર (રાતનું ભોજન) હંમેશા 7 થી 8 વાગ્યાની વચ્ચે કરી લેવું જ યોગ્ય માનવામાં આવે છે, જેથી સૂતા પહેલા ખોરાકને પચવાનો સમય મળી શકે. જો તમે પણ મોડી રાત્રે જમો છો અને તરત જ સૂઈ જાઓ છો, તો તેનાથી તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે, કારણ કે ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટ ભારે લાગે છે.

3 / 5
અંધારામાં ફોન સ્ક્રોલ કરવો: આજના સમયમાં મોટાભાગના લોકો મોબાઈલ સ્ક્રોલ કરતાં-કરતાં જ સૂઈ જાય છે અથવા તો રાત્રે કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરે છે. સ્ક્રીનમાંથી નીકળતી લાઈટ તમારી ઊંઘમાં અવરોધ ઊભો કરે છે. આ કારણે તમારી સ્લીપ પેટર્ન (ઊંઘવાની આદત) પણ બગડવા લાગે છે, એટલે કે મોડી રાત સુધી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

4 / 5
શેડ્યૂલ યોગ્ય ન હોવું: જો તમારું ઊંઘવાનું શેડ્યૂલ યોગ્ય નથી, તો પણ તમારી સ્લીપ ક્વોલિટી (ઊંઘની ગુણવત્તા) ખરાબ થઈ જાય છે. જો તમે કોઈ દિવસ રાત્રે 10 વાગ્યે, ક્યારેક 11 વાગે, તો ક્યારેક 12 કે 1 વાગ્યા સુધી સૂઓ છો, તો પોતાની આ આદતને બાય-બાય કહી દો. રોજ એક જ સમયે સૂવાનું શેડ્યૂલ બનાવો અને સૂવાના 2 કલાક પહેલા જમી લો.

5 / 5
ખૂબ વધારે પાણી પીવું: શરીરને હાઇડ્રેટ રાખવું યોગ્ય છે પરંતુ કેટલાક લોકોને સૂતા પહેલા પુષ્કળ પાણી પીવાની આદત હોય છે. આ આદતને લીધે તમારે રાત્રે વારંવાર યુરિન (પેશાબ) માટે જવું પડે છે. આ કારણે ઊંઘ બગડે છે અને યોગ્ય રીતે ઊંઘ ન આવવાને લીધે આગલા દિવસે થાક તેમજ ચીડિયાપણું થઈ શકે છે.

Follow Us