
સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે તમારે કેટલાક ઘરેલું નુસખા પણ અપનાવવા જોઈએ. જેનાથી તમારી સ્કિનને નેચરલ પોષણ મળી શકે, આ સિવાય હળદર, ચણાનો લોટ, મુલ્તાનની માટી કે પછી ચંદન પેક બનાવી અઠવાડિયામાં 2 વખત લગાવી શકો છો.

ક્લીજિંગ બાદ મસાજ કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. જેના માટે તમે ફેસ સીરમ કે પછી ઓયલ અને બરફથી ચેહરામાં મસાજ કરી શકો છો. આ સિવાય તમે રોલરનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય મસાજ અને ફેશિયલ એક્સરસાઇઝથી પણ સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ રહે છે.