
સમયનું ખાસ ધ્યાન રાખો : ચણાના લોટનો ફેસ પેક ચહેરા પર લગાવ્યા બાદ સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચણાના લોટના ફેસ પેકને સૂકવવા માટે 10 થી 15 મિનિટ પૂરતી છે. જ્યારે 70 થી 80 ટકા ફેસ પેક સુકાઈ જાય ત્યારે જ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. ચણાના લોટને લાંબા સમય સુધી ચહેરા પર રાખવાથી ત્વચા પર શુષ્કતા આવી જાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવવું પૂરતું છે.

ફેસ પેક સાફ કર્યા પછી આ વાતનું ધ્યાન રાખો : જો તમે ચણાનો લોટ અથવા કોઈપણ પ્રકારનો ફેસ પેક લગાવ્યો છે જે ત્વચામાં શુષ્કતા વધારી શકે છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખો કે ચહેરો સાફ કર્યા પછી સારું મોઇશ્ચરાઇઝર લગાવો. આ રીતે તમે કેટલીક નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખીને સ્કીન પર ચણાનો લોટ લગાવી શકો છો.
Published On - 2:16 pm, Mon, 22 July 24