મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ‘SIP’ કરવી કે એકસાથે ‘લમસમ રોકાણ’? જાણો ક્યાં મળશે ‘વધુ ફાયદો’

પહેલો પગાર મળવાની ખુશી જ અલગ હોય છે. ખાસ વાત એ છે કે, આજકાલના યુવાનો પહેલા પગારથી પોતાના ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી રહ્યા છે. મોબાઈલ એપ્સના કારણે હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. આ બધા વચ્ચે યુવાઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે, SIP કરવી કે પછી એકસાથે (લમસમ) પૈસા રોકવા?

| Updated on: Aug 09, 2026 | 2:34 PM
1 / 8
હાલના સમયમાં પહેલી સેલેરી મળતા જ યુવાઓમાં રોકાણ શરૂ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. હવે મોબાઇલ એપ પર થોડી જ મિનિટોમાં મ્યુચ્યુઅલ ફંડમાં ફોલિયો ખૂલી જાય છે અને એમાંય રોકાણ કરવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે. આ જ કારણ છે કે, 22-25 વર્ષના યુવાનો પણ કમ્પાઉન્ડિંગ અને લાંબાગાળાના રોકાણનું મહત્વ સમજવા લાગ્યા છે.

2 / 8
એવામાં કેટલાંક યુવાઓના મનમાં સૌથી મોટો સવાલ એ આવે છે કે, SIP કરવી કે લમસમ રોકાણ? તો જણાવી દઈએ કે, આનો કોઈ એક જવાબ નથી. સાચો વિકલ્પ એ વાત પર નિર્ભર કરે છે કે, તમારી આવક કેટલી છે, રોકાણનો હેતુ શું છે, તમે કેટલું જોખમ લઈ શકો છો અને બજાર કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આથી પૈસા રોકતા પહેલા બંને પદ્ધતિના ફાયદા અને જોખમો સમજી લેવા જરૂરી છે.

3 / 8
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના બે મુખ્ય રસ્તા છે. પહેલો રસ્તો SIP નો છે અને બીજો રસ્તો લમસમ રોકાણનો છે. Mutual Fund SIP માં રોકાણકાર દર મહિને, દર ત્રિમાસિકે કે નક્કી કરેલા સમયાંતરે એક નિશ્ચિત રકમ રોકે છે. ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને 5 મી તારીખે કોઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 100 થી 5,000 રૂપિયા રોકો છો, તો આ SIP છે. તેમાં બજારનો સાચો સમય પસંદ કરવાની જરૂર નથી હોતી. બીજી તરફ, લમસમમાં પૂરી રકમ એકસાથે રોકવામાં આવે છે. આ પદ્ધતિ એવા લોકો માટે વધુ યોગ્ય છે કે, જેમને બોનસ, ગ્રેચ્યુઇટી, PF, પ્રોપર્ટી વેચવાથી કે FD મેચ્યોર થવાથી મોટી રકમ મળી હોય.

4 / 8
SIP નો સૌથી મોટો ફાયદો રૂપી કોસ્ટ એવરેજિંગ (Rupee Cost Averaging) છે. બજાર તૂટે ત્યારે ઓછા NAV માં વધુ યુનિટ્સ મળે છે અને બજાર ચડે ત્યારે ઓછા યુનિટ્સ મળે છે. આનાથી લાંબાગાળે રોકાણની સરેરાશ પડતર કિંમત ઘટી જાય છે. જો રોકાણ લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. ટૂંકમાં, પહેલા કમાયેલા રિટર્ન પર પણ આગળ રિટર્ન મળતું રહે છે.

5 / 8
ઉદાહરણ તરીકે, જો તમે દર મહિને 5,000 રૂપિયાની SIP કરો છો અને તેને 20 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારું કુલ રોકાણ 12 લાખ રૂપિયા થશે. જો આ દરમિયાન તમને સરેરાશ 12% વાર્ષિક રિટર્ન મળે છે (જોકે આની કોઈ ગેરેંટી નથી હોતી), તો 20 વર્ષ પછી તમારા રોકાણની સંભવિત વેલ્યુ લગભગ 49.95 લાખ રૂપિયા થઈ શકે છે. દર મહિને નક્કી કરેલી તારીખે પૈસા આપમેળે રોકાઈ જાય છે. આનાથી શિસ્તબદ્ધ રોકાણ જળવાઈ રહે છે અને બજારના ટાઇમિંગની ચિંતા કરવી પડતી નથી.

6 / 8
જો તમારી પાસે એકસાથે મોટી રકમ હોય અને બજારમાં તાજેતરમાં મોટો ઘટાડો (Market Correction) આવ્યો હોય, તો લમસમ રોકાણ વધુ સારું રિટર્ન આપી શકે છે. આવું એટલા માટે કારણ કે, પૂરી રકમ પહેલા જ દિવસથી બજારમાં કામ કરવા લાગે છે અને તેજી આવતા તેનો પૂરો ફાયદો મળે છે. જો કે, તેમાં રિસ્ક પણ વધુ હોય છે. જો બજારના ઓલ ટાઇમ હાઇ પર રોકાણ કરવામાં આવે અને ત્યારબાદ 15-20% નો ઘટાડો આવી જાય, તો રોકાણ મૂલ્ય ઝડપથી ઘટી શકે છે.

7 / 8
સરળ ભાષામાં સમજીએ તો, SIP નોકરિયાત અને નિયમિત પગાર મેળવતા લોકો, પહેલીવાર રોકાણ કરનારા રોકાણકારો, 10-20 વર્ષ જેવા લાંબા નાણાકીય લક્ષ્યાંકો ધરાવતા લોકો, જેઓ રોજ બજાર પર નજર રાખી શકતા નથી અને જેઓ શિસ્તબદ્ધ તથા ઓટોમેટિક રોકાણ ઈચ્છે છે, તે તમામ માટે યોગ્ય છે.

8 / 8
બીજીબાજુ લમસમ રોકાણ એવા લોકો માટે યોગ્ય છે કે, જેમના હાથમાં મોટી રકમ હોય, જેમને બજાર અને વેલ્યુએશનની સારી સમજ હોય, જેઓ માર્કેટ કરેક્શન દરમિયાન રોકાણની તક શોધી રહ્યા હોય તથા જેઓ લિક્વિડ, ઓવરનાઇટ કે અન્ય ડેટ ફંડ્સમાં રોકાણ કરવા માંગતા હોય.

Follow Us
Loading...
Unable to load recommendations.