₹10 લાખની એક જ FD કે ₹1-1 લાખની 10 અલગ FD ? ક્યાં મળશે વધારે પૈસા ? જાણો તમારા માટે કયો વિકલ્પ વધુ સારો

શું તમને પણ રાત-દિવસ તમારી દીકરીના લગ્નની ચિંતા સતાવ્યા કરે છે? ભલે તમારી દીકરી નાની હોય પણ શું તમે લગ્નના કે બીજા કોઈ પ્રસંગના ખર્ચ વિશે વિચારીને પરેશાન થઈ જાઓ છો અને બચતના કેટલાક પૈસા કોઈ સુરક્ષિત જગ્યાએ રોકવા માંગો છો કે, જ્યાંથી સારું વળતર મળી શકે? તો આ સમાચાર તમારા માટે છે.

| Updated on: Jul 27, 2026 | 5:59 PM
1 / 6
બાળકોના લગ્ન હોય કે અભ્યાસ, દરેક માતા-પિતાને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા રહેતી હોય છે. ઘણા લોકો બચત કરવા માટે શેરબજાર તરફ વળે છે, તો કેટલાક એફડી (FD) જેવા સુરક્ષિત વિકલ્પને પસંદ કરે છે. એવામાં FD પસંદ કરનારા લોકોના મનમાં ઘણીવાર એ શંકા હોય છે કે, એક જ મોટી FD કરવાથી મોટું ફંડ તૈયાર થશે કે પછી નાની-નાની FD કરવાથી?

2 / 6
જો તમે 10 લાખ રૂપિયાની રકમ એકસાથે 10 વર્ષ માટે વાર્ષિક 7% વ્યાજ દરે જમા કરો છો, તો મેચ્યોરિટી પર તમને લગભગ ₹19.67 લાખ મળશે. આનો ફાયદો એ થશે કે, તમારે માત્ર એક જ બેંક એકાઉન્ટ સંભાળવું પડશે, એક જ મેચ્યોરિટી ડેટ યાદ રાખવી પડશે અને પેપરવર્ક પણ ખૂબ ઓછું રહેશે.

3 / 6
જો મેચ્યોરિટી પહેલાં તમને અચાનક થોડા પૈસાની જરૂર પડી જાય, તો તમારે આખેઆખી 10 લાખ રૂપિયાની FD તોડવી પડશે. આના પર બેંક તમારી પાસે પ્રી-મેચ્યોર વિથડ્રોઅલ પેનલ્ટી વસૂલશે, જેનાથી તમારા વ્યાજને નુકસાન થશે. બીજી તરફ, જો બેંક ડૂબી જાય, તો DICGC ના નિયમો મુજબ તમને માત્ર ₹5 લાખ સુધીનું જ ઈન્સ્યોરન્સ કવર મળશે.

4 / 6
જો તમે નાની-નાની FD કરાવો છો, તો પણ સરેરાશ વ્યાજ તમને 7% જ મળશે. જો કે, નાની FD કરાવવાથી તમને ઈમરજન્સીમાં મુશ્કેલી નહીં પડે. મોટી FD તોડવાને બદલે તમે જરૂર મુજબ એક કે બે FD તોડી શકશો, જેનાથી વ્યાજ પર થતું નુકસાન ઓછું થશે. સાથે જ, જો આ FD અલગ-અલગ બેંકમાં મુકશો તો અલગ-અલગ વ્યાજ દરનો ફાયદો મળશે અને તમારી દરેક 'FD' DICGC ના નિયમો મુજબ વીમાકૃત (Insured) પણ રહેશે.

5 / 6
કેલ્ક્યુલેશનથી સમજીએ તો, જો તમે 7% ના વ્યાજ દરે બેંકમાં ₹1,00,000 ની એક FD કરાવો છો, તો 10 વર્ષ પછી તે વધીને ₹2,00,160 થઈ જશે. જો તમે આવી જ ₹1-1 લાખની 10 અલગ-અલગ FD કરાવો છો, તો 10 વર્ષ પછી તેની કુલ રકમ ₹20 લાખથી પણ વધુ થશે. ટૂંકમાં, એક મોટી FD કરવાને બદલે નાની-નાની અસંખ્ય FD કરાવવાથી તમને થોડો વધારાનો ફાયદો મળી શકે છે.

6 / 6
સિંગલ FD એમના માટે યોગ્ય છે, જેઓ વારંવારના રિન્યુઅલની ઝંઝટથી બચવા માંગે છે અને જેમને પૂરો વિશ્વાસ છે કે, તેમને મેચ્યોરિટી પહેલાં પૈસાની જરૂર નહીં પડે. એવામાં મલ્ટિપલ FDs એમના માટે સારો વિકલ્પ છે, જેઓ પોતાની મૂડીમાં લવચીકતા (Flexibility) ઈચ્છે છે, ઈમરજન્સી ફંડની જગ્યા રાખવા માંગે છે અને સુરક્ષિત દાવ ખેલવાનું પસંદ કરે છે.

Follow Us