
30 ડિસેમ્બરે ચાંદીના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર 3% થી વધારે વધ્યું. ગ્લોબલ માર્કેટના સપોર્ટથી ઘરેલુ બજારમાં પણ ચાંદીમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું.

વૈશ્વિક અનિશ્ચિતતા, જિયો-પોલિટિકલ રિસ્ક અને ડોલરમાં વધઘટને કારણે સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોના-ચાંદીમાં ખરીદી વધી છે. બીજું કે, ચાંદીનો ઉપયોગ હાલમાં ઇલેક્ટ્રિક વાહનો, સોલર પ્લાન્ટ અને ઇલેક્ટ્રોનિક્સમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. આ સેક્ટર્સમાં માંગની અપેક્ષાઓએ પણ તેના ભાવને ટેકો આપ્યો છે.

સોમવાર, 29 ડિસેમ્બરના રોજ ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, કારણ કે વર્ષના અંતે પ્રોફિટ બુકિંગ રેકોર્ડ હાઇ લેવલે હતું અને વોલ્યુમ નીચું હતું. છેલ્લા પાંચ વર્ષમાં ચાંદીમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો માનવામાં આવે છે. જો કે, તેમ છતાંય વર્ષની શરૂઆતથી ચાંદીના ભાવમાં 155% નો મજબૂત વધારો જોવા મળ્યો છે.