Silver Rate: બધા રેકોર્ડ તૂટ્યા ! ચાંદી 1 લાખ રૂપિયા મોંઘી થઈ, રેકોર્ડ બ્રેકિંગ તેજી બાદ હવે કેટલો વધારો થશે?

સોમવાર, 19 જાન્યુઆરીના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો ભાવ પહેલી વાર 3 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના આંકને વટાવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીનો ભાવ $93 થી $94 પ્રતિ ઔંસની આસપાસ મજબૂત રીતે ટ્રેડ થઈ રહ્યો છે.

| Updated on: Jan 19, 2026 | 8:56 PM
1 / 7
ચાંદીના ભાવમાં સતત જંગી વધારો થઈ રહ્યો છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ ચાંદીના ભાવમાં કિલો દીઠ 1 લાખ રૂપિયાનો વધારો થયો છે. સોમવાર, 19 જાન્યુઆરીના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો ભાવ પ્રથમ વખત ₹3 લાખ પ્રતિ કિલોની સપાટીને વટાવી ગયો છે.

2 / 7
આ ચાંદીનો નવો 'ઓલ ટાઇમ હાઈ' રેકોર્ડ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી મજબૂતી સાથે 93 થી 94 ડોલર પ્રતિ ઔંસની આસપાસ કારોબાર કરી રહી છે. કિંમતોમાં આવેલા આ ઉછાળાની અસર હવે ભારતમાં ફિઝિકલ ડિમાન્ડ (ભૌતિક માંગ) પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

3 / 7
સિલ્વર માર્કેટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઊંચા ભાવને કારણે સામાન્ય રોકાણકારો અને ખરીદદારોની ભાગીદારી હાલમાં મર્યાદિત બની ગઈ છે. 'અનમોલ સિલ્વર'ના સીઈઓ (CEO) કિશોર રુનવાલનું કહેવું છે કે, વર્તમાન ટ્રેન્ડને જોતા ચાંદીના ભાવ આગામી સમયમાં કિલો દીઠ 3.30 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ઊંચી કિંમતોને લીધે ભારતમાં રોકાણકારોની સક્રિયતા હાલમાં ઓછી છે.

4 / 7
રુનવાલના જણાવ્યા અનુસાર, ઘરેલું બજારમાં હાલમાં 'ફિઝિકલ સિલ્વર' ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ અમેરિકા અને ચીન જેવા મોટા બજારોમાં ચાંદી પ્રીમિયમ પર વેચાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીનમાં ચાંદી લગભગ 10,000 રૂપિયાના પ્રીમિયમ પર વેચાઈ રહી છે, જે વૈશ્વિક સ્તરે મજબૂત માંગને દર્શાવે છે.

5 / 7
કિંમતોમાં આવેલા ઉછાળાની અસર ચાંદીની વસ્તુઓની માંગ પર પણ પડી છે. રુનવાલે જણાવ્યું હતું કે, સિલ્વર આર્ટિકલ્સ (ચાંદીની વસ્તુઓ) ની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, ઊંચા ભાવને કારણે કુલ ટર્નઓવર લગભગ પહેલા જેવું જ જળવાઈ રહ્યું છે પરંતુ વોલ્યુમ (જથ્થા) ની દ્રષ્ટિએ વેચાણમાં ઘટાડો થયો છે.

6 / 7
રુનવાલે એમ પણ જણાવ્યું કે, સોનાની સરખામણીએ સિલ્વર જ્વેલરી (ચાંદીના દાગીના) ની માંગ સારી જળવાઈ રહી છે. બીજીબાજુ રોકાણની દ્રષ્ટિએ 'સિલ્વર ETF' માં લોકોની રુચિ વધી છે. આનો અર્થ એ છે કે, ભૌતિક (physical) ખરીદી ઓછી થઈ રહી છે પરંતુ નાણાકીય રોકાણના રૂપમાં ચાંદીમાં લોકોનો રસ યથાવત છે.

7 / 7
આયાતના મોરચે પણ એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રુનવાલના જણાવ્યા અનુસાર, ઊંચી કિંમતો હોવા છતાં ભારતની ચાંદીની આયાત મજબૂત રહી છે અને તે લગભગ ગત વર્ષના સ્તરની આસપાસ છે. આનાથી વિપરીત, સોનાની આયાતમાં ઘટાડો થયો છે. હવે આ સંકેત આપે છે કે, રોકાણ અને વપરાશની દ્રષ્ટિએ ચાંદી હાલમાં સોનાની સરખામણીમાં વધુ આકર્ષક બની રહી છે.