‘ચાંદી’ 32,000 રૂપિયા મોંઘી થઈ ! આ ‘સિલ્વર’ ખરીદવાનો બેસ્ટ સમય છે કે નહીં? સામાન્ય રોકાણકારોએ હવે શું કરવું?

16 જાન્યુઆરીના રોજ, MCX પર માર્ચ ફ્યુચર્સે ₹2,92,865 પ્રતિ કિલોનો નવો રેકોર્ડ બનાવ્યો. એવામાં રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ચાંદી ખરીદવાનો આ યોગ્ય સમય છે?

| Updated on: Jan 16, 2026 | 7:47 PM
1 / 7
આ મહિને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, ફક્ત જાન્યુઆરી મહિનામાં જ સ્થાનિક બજારમાં ચાંદી ₹32,000 થી વધુ મોંઘી થઈ છે. 16 જાન્યુઆરીના રોજ, MCX પર માર્ચ ફ્યુચર્સે ₹2,92,865 પ્રતિ કિલોનો નવો રેકોર્ડ બનાવ્યો. આથી, રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ચાંદી ખરીદવાનો આ યોગ્ય સમય છે?

2 / 7
છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં થયેલ વધારો ખરેખર આશ્ચર્યજનક રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ તેજી પાછળ માત્ર રોકાણ જ નહીં પરંતુ મજબૂત ઔદ્યોગિક માંગ (Industrial Demand) પણ એક મોટું કારણ છે. સોલર એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ચાંદીની જરૂરિયાત સતત વધી રહી છે, જ્યારે તેની સામે સપ્લાય (પુરવઠો) મર્યાદિત રહ્યો છે.

3 / 7
બજારના નિષ્ણાતો માને છે કે, આગામી મહિનાઓમાં ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. કેટલાક ટેકનિકલ સંકેતો મુજબ, મિડ-ટર્મ પિરિયડમાં ચાંદી ₹3 લાખથી ₹3.5 લાખ પ્રતિ કિલો સુધીની સપાટીને સ્પર્શી શકે છે. આટલું જ નહીં, જો તેજીની આ ગતિ જળવાઈ રહેશે તો લાંબાગાળે ₹4 લાખ પ્રતિ કિલોનો આંકડો પણ દૂર માનવામાં આવતો નથી.

4 / 7
ભારતમાં ચાંદી હવે પરંપરાગત રોકાણ કે ઘરેણાં સુધી મર્યાદિત નથી રહી. રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના વધતા ફોકસને કારણે ચાંદીનું ઔદ્યોગિક મહત્વ વધુ વધી ગયું છે. આ જ કારણ છે કે, હવે મોટા રોકાણકારો અને HNI (હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ) પોતાના પોર્ટફોલિયોમાં સોનાની સાથે સાથે ચાંદીને પણ સ્થાન આપી રહ્યા છે.

5 / 7
ખાસ વાત એ છે કે, નિષ્ણાતો સામાન્ય રોકાણકારોને પણ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. 'ચાંદી' સોના કરતાં વધુ અસ્થિર ધાતુ છે. વૈશ્વિક અર્થતંત્ર, ડોલરની ચાલ અને સટ્ટાબાજીની સીધી અસર આ ધાતુ પર પડી શકે છે. આથી, પ્લાનિંગ વિના ઊંચા સ્તરે ખરીદી કરવી જોખમી બની શકે છે.

6 / 7
કેટલાક નિષ્ણાતો માને છે કે, વર્તમાન ભાવે તાત્કાલિક ખરીદી કરવા કરતાં થોડો સુધારો થાય તેની રાહ જોવી વધુ સારી રહેશે. મળતી માહિતી મુજબ,  જો ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2.50 લાખ થી ₹2.60 લાખ સુધી ઘટી જાય, તો આ લેવલ ખરીદી માટે વધુ સુરક્ષિત ગણી શકાય છે.

7 / 7
બીજીબાજુ કેટલાંક નિષ્ણાતો એમ પણ કહે છે કે, નોંધપાત્ર ઘટાડાની શક્યતા ઓછી છે, તેથી ઘટાડા પર મર્યાદિત ખરીદી કરી શકાય છે. ચાંદીમાં લાંબાગાળા માટેની સ્થિતિ મજબૂત જણાય છે.