
લોકપ્રિય ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના શાનદાર અભિનય સાથે તેની ફિટનેસ અને સ્ટાઇલ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના નવા લુકની તસવીરો શેર કરતી રહે છે. આ વખતે શ્વેતાએ પોતાનો Winter Look ચાહકો સાથે શેર કર્યો છે.

45 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી સ્વસ્થ અને ફિટ જીવનશૈલી જીવે છે. તે પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે અને માનસિક શાંતિ તથા તણાવ દૂર કરવા માટે અવારનવાર પ્રવાસ પર જતી રહે છે. તેની સકારાત્મક જીવનશૈલી તેના લુકમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.

હાલમાં શ્વેતા તિવારી ફરી એકવાર ટ્રિપ પર ગઈ છે, જ્યાં તે બીચ પર સનસેટનો આનંદ લેતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ટ્રિપ દરમિયાનની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તેનો લુક ચાહકોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે.

શ્વેતા તિવારીએ શેર કરેલો Winter Look કમ્ફર્ટ તેમજ સ્ટાઇલિશ બંને છે. તેણે બ્રાઉન કલરનું સ્વેટર પહેર્યું છે, જે સાથે બ્લેક લેગિંગ્સ ખૂબ જ કમ્ફર્ટ લાગી રહી છે. આ સિમ્પલ અને એલિગન્ટ કોમ્બિનેશન તેના લુકને વધુ ખાસ બનાવે છે.

લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ બ્લેક સનગ્લાસ પહેર્યા છે અને ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ પસંદ કરી છે. મેકઅપ માટે શ્વેતાએ ન્યૂડ લિપસ્ટિક અને બ્રાઉન આઈશેડો સાથે નો-મેકઅપ લુક અપનાવ્યો છે, જ્યારે ઓપન હેર રાખીને તેણે લુકને સરળ અને આકર્ષક બનાવ્યો છે.