
આ રીતે ભગવાન વિષ્ણુએ વામનનો અવતાર લઈને ત્રણેય લોકને યજ્ઞ દ્વારા મુક્ત કર્યા અને દેવરાજ ઈન્દ્રનો ભય દૂર કર્યો. રાજા બલિના દાન અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને વરદાન માંગવા કહ્યું.

માતા લક્ષ્મીએ અપાવી મુક્તિ : ભગવાન વિષ્ણુ તેમના વરદાનને પૂર્ણ કરવા માટે તેમના ભક્ત બાલી સાથે પાતાળમાં રહેવા ગયા. ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ગયા પછી બધા દેવી-દેવતાઓ અને દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગયા. માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાતાળમાંથી મુક્ત કરવા માટે એક યુક્ કરી અને એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રાજા બલિને રાખડી બાંધી અને ભેટ તરીકે રાજા બલિને ભગવાન વિષ્ણુને મુક્ત કરવાનું વચન આપવા કહ્યું. આ રીતે માતા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને બલિ રાજા પાસેથી છોડાવ્યા.