
એપ્લિકેશન્સ સક્રિય રહે: લોકેશન ચાલુ હોવાથી, ઘણી એપ્લિકેશન્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, જે બેટરી ઝડપથી વાપરે છે, ભલે તમે અન્ય બધી એપ્લિકેશનો બંધ કરી દીધી હોય. વધુમાં, કેટલીક એપ્લિકેશન્સ રીઅલ-ટાઇમમાં તમારા લોકેશનને અપડેટ કરે છે, જે તમારી બેટરી પણ ખતમ કરે છે.

સ્ટોકિંગનો ખતરો: તમારું લોકેશન ઓન રાખવું તમારી વ્યક્તિગત સુરક્ષા માટે ખતરો બની શકે છે. સ્ટોકર્સ તમે જાણતા હોવ અથવા અજાણ્યા વ્યક્તિ હોઈ શકે છે અને તે તમારા લોકેશન દ્વારા તમારી પર નજર રાખી શકે છે

ડેટા ચોરીનો ખતરો: લોકેશન સેટ કરવા માટે હંમેશા ડેટા અને wi-fiની જરુર પડે છે. આમ તમારા ડેટા ઓન હોવાની સાથે તમારી લોકેશન પણ દરેક સમયે અપડેટ થતી રહે છે આથી અહીં તમારા ડેટા ચોરીનો ખતરો વધી શકે છે . આથી આખો દિવસ લોકેશન ઓન ના રાખવું જોઈએ.