એક સહી અને આજીવન પસ્તાવો! લીઝ એગ્રીમેન્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ વચ્ચેનો તફાવત નહીં જાણો તો ગમે ત્યારે ખાલી કરવું પડશે ‘ઘર’

મોટાભાગના લોકો લીઝ એગ્રીમેન્ટ (Lease Agreement) અને રેન્ટ એગ્રીમેન્ટ (Rent Agreement) ને એક સમાન માની લેતા હોય છે પરંતુ હકીકતમાં આ બંને વચ્ચે મોટો તફાવત છે. જો આ તફાવતને સમજ્યા વિના એગ્રીમેન્ટ સાઈન કરી દેવામાં આવે, તો આગળ જતાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.

| Updated on: Feb 11, 2026 | 1:35 PM
1 / 6
કોઈ ઘર કે દુકાન ભાડે લેતી વખતે લોકો અવારનવાર 'લીઝ એગ્રીમેન્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ' જેવા 2 શબ્દો ચોક્કસ સાંભળતા હોય છે. અત્યારે મોટાભાગના લોકો આ બંનેને એક સમાન માની લે છે પરંતુ હકીકતમાં બંને વચ્ચે મોટો તફાવત હોય છે. જો આ તફાવતને સમજ્યા વિના એગ્રીમેન્ટ સાઈન કરી દેવામાં આવે, તો આગળ જતાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આથી સાઈન કરતા પહેલા આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે.

2 / 6
લીઝ એગ્રીમેન્ટ સામાન્ય રીતે લાંબા સમયગાળા માટે હોય છે. તે 12 મહિના, 3 વર્ષ કે તેથી વધુ સમય માટે પણ હોઈ શકે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન ભાડું અને શરતો પણ નક્કી કરવામાં આવે છે. બીજી તરફ, રેન્ટ એગ્રીમેન્ટ ટૂંકાગાળા માટે હોય છે, ભારતમાં તે મોટાભાગે 11 મહિનાનો બનાવવામાં આવે છે. આને સરળતાથી રિન્યુ કરી શકાય છે અથવા તો ખતમ કરી શકાય છે.

3 / 6
લીઝ એગ્રીમેન્ટ જો એકવાર સાઈન થઈ જાય, તો ભાડું કે શરતો બદલવી સરળ હોતી નથી. આ માટે મકાનમાલિક અને ભાડૂઆત બંનેની લેખિત સહમતી હોવી જરૂરી છે. બીજી તરફ, રેન્ટ એગ્રીમેન્ટ વધુ ફ્લેક્સિબલ હોય છે. દરેક રિન્યુઅલ વખતે ભાડું અથવા શરતો બદલી શકાય છે, તેથી તે ઓછા સમય માટે રહેનારા લોકો માટે વધુ સારું ગણાય છે.

4 / 6
જો લીઝ એગ્રીમેન્ટ 12 મહિનાથી વધુ સમય માટે હોય, તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આનાથી તે કાયદાકીય રીતે વધુ મજબૂત બને છે. જો કે, આ પ્રક્રિયામાં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનો ખર્ચ પણ વધારે હોય છે. બીજી તરફ, જો રેન્ટ એગ્રીમેન્ટ 11 મહિના સુધીનો હોય, તો સામાન્ય રીતે રજિસ્ટ્રેશન જરૂરી હોતું નથી. રેન્ટ એગ્રીમેન્ટ બનાવવો સસ્તો અને સરળ છે પરંતુ તેમાં કાયદાકીય સુરક્ષા થોડી ઓછી હોય છે.

5 / 6
લીઝ એગ્રીમેન્ટમાં પૂરા સમયગાળા માટે ભાડું નક્કી રહે છે. આનાથી ભાડૂઆતને એ ચિંતા રહેતી નથી કે, અચાનક ભાડું વધી જશે. બીજી તરફ, રેન્ટ એગ્રીમેન્ટમાં દરેક રિન્યુઅલ વખતે ભાડું વધી શકે છે, જેના કારણે ભવિષ્યનો ખર્ચ થોડો અનિશ્ચિત રહે છે. લીઝ એગ્રીમેન્ટને અધવચ્ચેથી ખતમ કરવો મુશ્કેલ હોય છે અને ઘણીવાર તેના માટે દંડ પણ ભરવો પડે છે. બીજી તરફ, રેન્ટ એગ્રીમેન્ટમાં સામાન્ય રીતે 30 દિવસની નોટિસ આપીને ઘર ખાલી કરી શકાય છે.

6 / 6
જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેવા માંગતા હોવ, તો લીઝ એગ્રીમેન્ટ વધુ સારો છે પરંતુ જો તમારી નોકરી અથવા પ્લાન બદલાઈ શકે તેમ હોય, તો રેન્ટ એગ્રીમેન્ટ વધુ યોગ્ય રહેશે. એગ્રીમેન્ટ સાઈન કરતા પહેલા શરતો ધ્યાનથી વાંચો અને જરૂર જણાય તો કોઈ નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.