
Shyamkamal Investments દ્વારા પણ 26 નવેમ્બરની રેકોર્ડ તારીખ સાથે રૂ. 0.10 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય AK Capital Services Ltd તેના રોકાણકારોને રૂ. 16 નું ડિવિડન્ડ આપી શકે છે અને તેની પેમેન્ટ માટેની રેકોર્ડ તારીખ 27 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.

Aryavan Enterprise Ltd ના વચગાળાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ તેના રોકાણકારોને રૂ. 0.5 નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. Meera Industries Ltd તેના રોકાણકારોને પ્રતિ શેર રૂ. 0.50 નું ડિવિડન્ડ આપી શકે છે. આ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. Nile Ltd ના વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 28 નવેમ્બર છે. કંપનીએ રૂ. 5.0 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.