
જ્યારે યુએસ ફેડએ 2025માં માત્ર બે રેટ કટનો સંકેત આપ્યો હતો, ત્યારે બજાર તૂટી ગયું હતું. તેના કારણે સેન્સેક્સ 79000 ની નજીક અને નિફ્ટી પણ 23900 ની નીચે ગબડ્યો અને BSE અને NSE બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એફએમસીજીનો નિફ્ટી ઈન્ડેક્સ પણ લગભગ ફ્લેટ છે.

Hyundaiએ ઇલેક્ટ્રિક કારની બેટરી માટે Exide સાથે જોડાણ કર્યું છે. હ્યુન્ડાઈ મેડ ઈન ઈન્ડિયા ઈવી બેટરીનો ઉપયોગ કરનારી પ્રથમ ભારતીય કાર કંપની હશે. આજે સેન્સેક્સમાં JSW સ્ટીલનો છેલ્લો દિવસ છે. સોમવારથી Zomatoનો સમાવેશ થશે.

સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે શુક્રવારે નબળી શરૂઆત કરે તેવી શક્યતા છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 84 પોઈન્ટના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી હતી. તે જ સમયે, ગુરુવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો.