12 એપ્રિલ 2026ના રોજ શનિ ઉદય, આ 5 રાશિઓને કારકિર્દી અને સંપત્તિમાં મળશે મોટો લાભ

દ્રિક પંચાંગ પ્રમાણે 12 એપ્રિલના રોજ સવારે ૫ વાગ્યે શનિ ગ્રહનો ઉદય થવાનો છે. જ્યોતિષ મુજબ શનિનો પ્રભાવ વધતા પાંચ ખાસ રાશિના જાતકોને સકારાત્મક અને લાભદાયક પરિણામો મળવાની શક્યતા દર્શાવવામાં આવે છે.

| Updated on: Apr 04, 2026 | 7:42 AM
1 / 6
હાલમાં શનિ મીન રાશિમાં ગતિ કરી રહ્યો છે, જે ગુરુના અધિકારમાં આવે છે. 8 માર્ચે શનિ અસ્ત થયો હતો અને દ્રિક પંચાંગ  મુજબ 12 એપ્રિલે સવારે 5 વાગ્યે તે ફરી ઉદય પામશે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે શનિનો પ્રભાવ વધતા પાંચ ખાસ રાશિના લોકોને શુભ પરિણામો મળવાની શક્યતા છે. આ રાશિના જાતકોને કારકિર્દી સહિત જીવનના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરવાની સારી તક મળી શકે છે. હવે જાણીએ કે શનિના ઉદયથી કઈ રાશિઓનું ભાગ્ય તેજ બનશે.

2 / 6
શનિનો ઉદય વૃષભ રાશિના અગિયારમા ભાવમાં થવાનો હોવાથી આ રાશિના લોકો માટે સમય લાભદાયક બની શકે છે. તમને જે વિષયો ગમે છે તેમાં વધુ ધ્યાન આપી શકશો અને તેમાં સારી સમજ પણ વિકસાવશો. તમારું સામાજિક વર્તુળ વિસ્તરશે, સાથે જ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ પણ વધી શકે છે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે અને પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો મજબૂત બનશે. પરિવારમાં પણ શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે

3 / 6
મિથુન રાશિના દસમા ભાવમાં શનિનો ઉદય થવાથી કારકિર્દી માટે સારો સમય બની શકે છે. તમે કામને યોગ્ય રીતે યોજના બનાવીને કરશો તો તમને ચોક્કસ સારું પરિણામ મળશે. તમારી મહેનતનો લાભ મળી સફળતા મેળવશો. આ સમય દરમિયાન તમને માર્ગદર્શન આપનાર કોઈ સારો માર્ગદર્શક મળી શકે છે. સાથે જ સન્માન કે ઇનામ મળવાની શક્યતા પણ રહેશે. કામને લગતી મુસાફરી થઈ શકે છે અને કોઈ સારા સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. લાંબા ગાળાના રોકાણો પણ લાભ આપતા જણાશે.

4 / 6
તુલા રાશિના છઠ્ઠા ભાવમાં શનિનો ઉદય થવાથી સારા પરિણામો મળવાની સંભાવના છે. ખાસ કરીને બેંકિંગ સંબંધિત કામોમાં તમને સફળતા મળી શકે છે અને લોન માટે અરજી કરશો તો મંજૂરી મળવાની શક્યતા રહેશે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમે સારું પ્રદર્શન કરી શકશો. જોકે, ઘરના મુદ્દાઓમાં અનાવશ્યક વાદવિવાદથી દૂર રહેવું સારું રહેશે. સાથે જ નવી નોકરી મેળવવાની તક પણ મળી શકે છે.

5 / 6
ધન રાશિના ચોથા ભાવમાં શનિનો ઉદય થવાથી આ સમય તમારા માટે અનુકૂળ બની શકે છે. તમારી બોલવાની રીત અને વાતચીત કરવાની કુશળતા વધુ સારી બનશે. જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હો, તો તેમાં રાહત મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમે નવું ઘર અથવા વાહન ખરીદવાનો વિચાર પણ કરી શકો છો. કામના સ્થળે વિરોધીઓને પાછળ મૂકી શકશો અને નવી જવાબદારીઓ પણ મળવાની સંભાવના છે.

6 / 6
મકર રાશિના ત્રીજા ભાવમાં શનિનો ઉદય થવાથી આ સમય તમારા માટે પ્રગતિ લાવનાર બની શકે છે. તમારા સંપર્કો અને ઓળખાણોમાં વધારો થશે અને લોકો સાથે જોડાવાની તકો મળશે. તમે કોઈ મહત્વપૂર્ણ અને હિંમતભર્યો નિર્ણય લઈ શકો છો, જે તમને લાભ આપશે. તમારી મેનેજમેન્ટ ક્ષમતા લોકોના ધ્યાનમાં આવશે અને તેની પ્રશંસા પણ થશે. પરિવાર તરફથી, ખાસ કરીને ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને મિત્રો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. સાથે જ નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

Follow Us