વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે, તેને સૌ સાથે મળીને સાકાર કરીએ અને આવનારી પેઢીને શિક્ષણ જ્ઞાનની સમૃદ્ધિથી સજ્જ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ તેવું પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીએ આપ્યું હતું.તેમણે શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસરમાં ટપક સિંચાઈથી થયેલ વૃક્ષ ઉછેર સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બીલીઆંબા શાળા પરિસરમાં મુખ્યમંત્રીએ લીમડાના વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધનનો મુક સંદેશ આપ્યો હતો.