સેવિંગ્સ એકાઉન્ટ વાપરો છો? તો આ ‘7 મોટી ભૂલ’ ભારે પડશે, આવી શકે છે ‘Income Tax’ ની નોટિસ

બેંકિંગ હવે ખૂબ સરળ બન્યું છે પણ ઇન્કમ ટેક્સ વિભાગની નજર હંમેશાં તમારા ખાતા પર રહે છે. જો તમે સેવિંગ્સ એકાઉન્ટ વાપરો છો, તો આ 7 મોટા ટ્રાન્ઝેક્શન વિશે ખાસ જાણી લેજો, નહીંતર ઘરે સીધી ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે.

| Updated on: May 17, 2026 | 8:46 PM
1 / 8
આજના ડિજિટલ અને હાઈ-ટેક યુગમાં બેંક સાથે જોડાયેલી તમારી દરેક નાની-મોટી લેવડદેવડ સીધી ઈનકમ ટેક્સ (આવકવેરા) વિભાગની નજરમાં હોય છે. સરકારે બેંકો માટે 'સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્સ' (SFT) અનિવાર્ય કર્યું છે. આ અંતર્ગત, જો કોઈ ખાતાધારક તેના સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતા) માં નિર્ધારિત મર્યાદા કરતાં વધુની લેવડદેવડ કરે છે, તો બેંક તેની માહિતી જાતે જ ટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલી દે છે. ઘણી વખત લોકોને એવું લાગે છે કે, ઓનલાઈન કે કેશમાં થોડા-ઘણા વધારે પૈસા ફેરવવાથી કંઈ નહીં થાય પરંતુ ટેક્સના નિયમોની અવગણના તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

2 / 8
શું આકસ્મિક રીતે ખાતામા આવેલ પૈસા પર ટેક્સ લાગે છે? : આવકવેરા કાયદા અનુસાર, સામાન્ય રીતે ફક્ત કરદાતાની આવક પર જ ટેક્સ વસૂલવામાં આવે છે અથવા પગાર, વ્યવસાય, ગિફ્ટની ઈન્કમ અથવા અન્ય કાયદેસર સ્ત્રોતો દ્વારા કમાયેલી હોય છે. જો કે, જો બેંકિંગ ભૂલને કારણે કોઈ રકમ ભૂલથી તમારા ખાતામાં જમા થઈ જાય છે, તો તેને "કરપાત્ર આવક" ગણવામાં આવતી નથી; તેમ છતાં, પ્રાપ્તકર્તા આવા ભંડોળ પર કોઈ કાનૂની દાવો ધરાવતો નથી.(ફોટો ક્રેડિટ-Google)

3 / 8
માત્ર કેશ જમા કરાવવી જ નહીં પરંતુ ખાતામાંથી ભારે માત્રામાં કેશ ઉપાડવી પણ ટેક્સ વિભાગને સતર્ક કરી દે છે. એક વર્ષમાં પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાંથી ₹10 લાખથી વધુની રોકડ ઉપાડવા પર બેંકે તેની સૂચના આપવી પડે છે. આ ઉપરાંત, એક નિશ્ચિત મર્યાદા (જેમ કે ₹20 લાખ કે ₹1 કરોડ) થી વધુ કેશ ઉપાડવા પર ટીડીએસ (TDS) કપાતનો પણ નિયમ છે.

4 / 8
જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને તેનું બિલ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઈ જાઓ. જો તમે વર્ષ દરમિયાન તમારા ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે ₹1 લાખ કે તેથી વધુની રોકડ જમા કરાવો છો, તો તે સીધું રડારમાં આવે છે. બીજી તરફ, જો તમે ઓનલાઈન અથવા ચેક દ્વારા પણ વર્ષમાં ₹10 લાખથી વધુનું ક્રેડિટ કાર્ડ બિલ ભરો છો, તો ટેક્સ વિભાગ તમારી કમાણી અને ખર્ચની સરખામણી કરવા માટે નોટિસ મોકલી શકે છે.

5 / 8
જ્યારે બેંક ખાતામાં અચાનક ક્યાંકથી ભૂલથી પૈસા આવી જાય છે, ત્યારે લોકો ઘણીવાર મૂંઝવણમાં મુકાય છે. કે આ પૈસા કેવી રીતે આવ્યા તેમજ શું તેને ખર્ચવા તેમજ આ પૈસા પર ટેક્સ પણ લાગશે કે નહીં, આવા ઘણા વિચારો એકસાથે આવી જાય છે. (ફોટો ક્રેડિટ-Google)

6 / 8
મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર કે બોન્ડ્સમાં રોકાણ કરવું આજે ખૂબ લોકપ્રિય છે પરંતુ જો તમે એક વર્ષની અંદર આ જગ્યાઓ પર રોકાણ કરવા માટે ₹10 લાખ કે તેથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેની માહિતી સીધી SFT દ્વારા ટેક્સ અધિકારીઓ સુધી પહોંચે છે. આવા કિસ્સાઓમાં એ જોવામાં આવે છે કે, શું તમારી જાહેર કરેલી વાર્ષિક આવક આ મોટા રોકાણ સાથે મેળ ખાય છે કે નહીં?

7 / 8
આ સિવાય જ્યારે પણ તમે કોઈ પ્લોટ, ફ્લેટ કે મકાન ખરીદો અથવા વેચો છો અને તેની રજિસ્ટ્રીની કિંમત ₹30 લાખ કે તેથી વધુ હોય છે, ત્યારે સબ-રજિસ્ટ્રાર તેની માહિતી આવકવેરા વિભાગને આપે છે. જો તમે પ્રોપર્ટી ખરીદવા માટે તમારા સેવિંગ્સ એકાઉન્ટમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરી છે પરંતુ તમારા ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં એટલી કમાણી દેખાતી નથી, તો નોટિસ આવવી બિલકુલ નક્કી છે.

8 / 8
આવકવેરા વિભાગની કડક જોગવાઈઓ : આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 69A અનુસાર, જો કરદાતા ભંડોળના સ્ત્રોતને પર્યાપ્ત રીતે સમજાવવામાં નિષ્ફળ જાય, તો તે રકમને તે નાણાકીય વર્ષ માટે "ડીમ્ડ આવક" તરીકે ગણવામાં આવે છે. પરિણામે, આવી સ્થિતિમાં, તે રકમ લાગુ પડતા સરચાર્જ અને શિક્ષણ ઉપકર સાથે 60 ટકાના દરે કરને પાત્ર છે.(ફોટો ક્રેડિટ-Google)

Published On - 8:45 pm, Sun, 17 May 26

Follow Us