સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ, એક વર્ષમાં 345 લોકોને અપાયો મૃત્યુ દંડ
Saudi Arabia executions hit record high: સાઉદી અરેબિયાએ મોતની સજા આપવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા વર્ષે 345 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ બધા આરોપીઓ ચોક્કસ ગુના સાથે સંકળાયેલા હતા. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે સાઉદીમાં મૃત્યુ દંડ આપવાની આ સજાનો રેકોર્ડ ત્યારે તૂટી રહ્યો છે જ્યારે ત્યાના ક્રાઉન પ્રિન્સ ખુદ વચન આપી ચુક્યા છે કે મૃત્યુ દંડને હત્યા જેવા જ ગુના માટે સિમીત કરવામાં આવે. પરંતુ ગત વર્ષના આંકડાને જોતા આ ક્રાઉન પ્રિન્સની કથની કરણીમાં ફર્ક હોવાનો એમ્નેસ્ટી નામની સંસ્થા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
કાર્યકર્તા ગૃપ રિપ્રીવે અલગથી જણાવ્યું હતું કે આ વર્ષે, ફાંસી આપવામાં આવેલા લગભગ બે તૃતીયાંશ લોકો બિન-ઘાતક ડ્રગના આરોપોમાં દોષિત ઠર્યા હતા. એમ્નેસ્ટીએ પણ ડ્રગના કેસોમાં મૃત્યુદંડ અંગે આવી જ ચિંતા વ્યક્ત કરી છે. આ ગુના માટે અનેક ભારતીયોને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
5 / 6
સાઉદી અરેબિયાએ રાજ્યમાં મૃત્યુદંડનો ઉપયોગ કેમ વધારી રહ્યો છે તે અંગે કોઈ ટિપ્પણી કરી નથી
6 / 6
સાઉદી અધિકારીઓએ મૃત્યુદંડ અને અહિંસક ડ્રગના કેસોમાં મૃત્યુદંડનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે તે અંગેના પ્રશ્નોનો કોઈ જવાબ પણ આપ્યો નથી.