
શનિવારે વાળ, દાઢી અથવા નખ ક્યારેય ન કાપવા : માન્યતા મુજબ શનિવારે વાળ, દાઢી અથવા નખ કાપવા નહીં કેમ કે તેનાથી જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. શનિદોષ લાગવાની શક્યતા રહે છે. (Image Source | iStock)

લોખંડની ખરીદી ન કરવી : શનિદેવનો સંબંધ લોખંડ સાથે માનવામાં આવે છે. તેથી શનિવારે લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં કલહ વધી શકે છે. પારિવારિક સંબંધોમાં મતભેદ સર્જાઈ શકે છે. (Image Source | iStock)

શનિવારે મીઠું ન ખરીદવું : ધાર્મિક માન્યતા મુજબ, શનિવારે મીઠું ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શનિવારે મીઠું ખરીદવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. (Image Source | iStock)

માંસાહાર અને દારૂથી દૂર રહો : શનિવારે માંસાહાર અને દારૂનું સેવન ટાળવું જોઈએ. માન્યતા મુજબ આ દિવસે માંસાહાર કરવાથી અથવા બનાવવાથી શનિદેવ નારાજ થઈ શકે છે. તેથી અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે. (Image Source | iStock)

પૂર્વ અને ઈશાન દિશામાં મુસાફરી ટાળવી : શનિવારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. માન્યતા મુજબ, આ દિશાઓ શનિવારે અશુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી. (Image Source | iStock)