
2.એન્ટિ-ફોગ સ્પ્રે: એન્ટી-ફોગ ફિલ્મની જેમ જ એન્ટિ-ફોગ સ્પ્રે આવે છે જે ફોગ અને પાણીના ટીપા ગ્લાસ પરથી દૂર કરે છે તેમજ ફોગ થતા પણ અટકાવે છે આ સ્પ્રે તમને 150થી 200 રુપિયામાં બજારમાં મળી જશે

3. ફિંગર વિઝર વાઇપર: આ ડિવાઇસ આંગળી પર પહેરવામાં આવે છે. તે એક નાનું વાઇપર છે જે કાચમાંથી પાણીને સંપૂર્ણપણે સાફ કરે છે. આ ડિવાઇસની ખાસ વાત એ છે કે તે આંગળીમાં સંપૂર્ણપણે ફિક્સ થઈ જાય છે, એટલે કે, હેલ્મેટમાંથી પાણી કાઢવા માટે તેને વારંવાર પહેરવાની જરૂર નથી. તેની ઓનલાઈન કિંમત 99 રૂપિયા છે.

4. શીલ્ડ વાઇપર: આ ઉપકરણને હેલ્મેટ પર ફિક્સ કરી શકાય છે. આ ઉપકરણ વોટરપ્રૂફ છે. તેમાં વાઇપર ફિક્સ્ડ છે, જે રિમોટ દ્વારા નિયંત્રિત થાય છે. આ રિમોટ ઘડિયાળ ડિઝાઇનનું છે, જે વાઇપરની ગતિ વધારી અથવા ઘટાડી શકે છે. વાઇપર હેલ્મેટના કાચમાંથી વરસાદના ટીપાં દૂર કરે છે. જે દૃશ્યતા જાળવી રાખે છે અને ડ્રાઇવિંગને સરળ બનાવે છે. તેની કિંમત લગભગ 8 હજાર રૂપિયાથી શરૂ થાય છે.