હાઇવે પર વાહન ચલાવવાની એક મજા છે. એકવાર તમે શહેરના ટ્રાફિકમાંથી બહાર નીકળી જાઓ અને તમારી ગતિ 80 ડિગ્રીને પાર કરી લો, પછી મુસાફરી સુખદ બની જાય છે. જોકે, ખુલ્લા હાઇવે પર, લાંબા ટ્રક, બસો અને ક્યારેક ખોટી દિશામાંથી આવતા વાહનો નોંધપાત્ર ખતરો ઉભો કરી શકે છે. સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

મુસાફરી પહેલા ગાડીની તપાસ કરી લો. ઘરથી નીકળતા પહેલા તમારી કારના ટાયરની હવા,બ્રેક, વાઈપર અને જરુરી તપાસ કરો. તેમજ કૂલેન્ટ અને પાણીનું સ્તર યોગ્ય રાખો. આ સિવાય ગાડીના તમામ જરુરી ડોક્યુમેન્ટ પણ તમારી સાથે રાખો.

હાઈવે પર હંમેશા તમારા નક્કી કરેલા લેનમાં ગાડી ચલાવો. ડાબી લેન સામાન્ય ગતિએ વાહન ચલાવવા માટે છે, અને જમણી લેન ફક્ત ઓવરટેકિંગ માટે છે. અચાનક લેન બદલવાનું ટાળો. જો આગળનું વાહન આગળ ન વધે, તો હોર્ન અથવા હેડલાઇટ ડિપરનો ઉપયોગ કરો.

આગળ ચાલતી ગાડીથી થોડું અંતર રાખો. જો રાતનો સમય અથવા વરસાદ આવી રહ્યો છે. તો થોડું વધારે અંતર રાખવું. રસ્તા પર લખેલી સ્પીડ લિમિટ ચોખ્ખા વાતાવરણ માટે હોય છે.

ટ્રક અને બસના બ્લાઈન્ડ સ્પોટ મોટા હોય છે. તેને ઓવરટેક કરતી વખતે હૉર્ન અથવા ડિપર આપો. અંધારું થાય તે પહેલાં તમારી લાઇટ ચાલુ કરો. ડ્રાઇવરની આંખમાં લાઈટ ન જાય તે માટે હંમેશા લો બીમ (ડિપર્સ) નો ઉપયોગ કરો.

લાંબી મુસાફરી પર નીકળતા પહેલા પેટ્રોલ પંપ અને ઢાબાની જાણકારી લઈ લો. કારણ કે, સુમસાન રસ્તાઓ પર રાતે દુકાનો બંધ મળે છે. જો ક્યારેય મુસાફરી દરમિયાન ગાડી બંધ થાય છે. તો રસ્તા પર નીચે ઉતારી સાઈડમાં રાખો ચારે ઈન્ડિકેટર ઓન કરી દો. (ALL Photo: Canva)