
દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની આવક ઘણી સારી છે. આ લોકો દર મહિને લાખો રૂપિયા કમાય છે, પરંતુ આ પછી પણ તેમનું બેંક બેલેન્સ ખાલી રહે છે. તે નાણાં બચાવવામાં અસમર્થ હોય છે. તેમનો ખર્ચ તેમની કમાણી કરતા વધી જતો હોય છે. આવી સ્થિતિમાં 15-30-20નું આ સૂત્ર ખૂબ જ ઉપયોગી થાય છે. તેમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છેઃ જરૂરિયાત, ઈચ્છા અને બચત. આ નિયમ તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચે છે.

આ નિયમ અનુસાર તમારી આવકના 50 ટકા ભાડું, કરિયાણા અને પરિવહન જેવી જરૂરિયાતો માટે હશે. તમે આના પર જ ખર્ચ કરો છો. બહાર ખાવા, મનોરંજન અને ખરીદી જેવી જરૂરિયાતો માટે 30 ટકા રાખો. તમારી આવકના 20 ટકા ભવિષ્યના નાણાકીય લક્ષ્યો માટે રોકાણ કરવું જોઈએ.

ઉદાહરણ તરીકે જો તમારી માસિક આવક 1,00,000 રુપિયા છે, તો તમારી ઇચ્છાઓ માટે 50,000 રુપિયા તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે 30,000 રુપિયા અને બચત અને રોકાણ માટે 20,000 રુપિયા અલગ રાખો. સમય જતા સેલેરી વધે તો પણ આ ફોર્મ્યુલા ચાલુ રાખો. તેને યોગ્ય SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને લાંબા ગાળે સારી એવી રકમ એકત્ર કરી શકો છો. (નોંધ-મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર સાથે જોડાયેલુ હોવાથી જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લો.)