મોહન ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Photos

|

Jan 02, 2025 | 10:54 PM

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામની મુલાકાત લીધી. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાના દર્શન કર્યા અને શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કર્યું.

1 / 5
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતએ 2 જાન્યુઆરી 2025ને ગુરુવારના રોજ ધરમપુર ખાતે તે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને શ્રી સદગુરુધામ, બરૂમાળ, ધરમપુર ની મુલાકાત લીધી હતી.

2 / 5
અહીં મોહન ભાગવતે 'શ્રીમદ રાજચંદ્રજી'ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો ત્યારબાદ ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરનાં દર્શન કર્યા હતા.

3 / 5
આ અવસરે મોહન ભાગવતનાં હસ્તે શ્રીમદ રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાન્યાસ કરાયું અને ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત ચાર દિવસીય મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું દીપ પ્રજ્વલિત કરી ઉદ્ઘાટન કર્યું હતું.

4 / 5
અહીં દેશ-વિદેશનાં 150 થી વધુ ડોકટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની મેડિકલ સેવાઓ આપવામાં આવશે.

5 / 5
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મુલાકાત બાદ મોહન ભાગવતએ શ્રી સદગુરુધામ, બરૂમાળની મુલાકાત લીધી હતી જ્યાં ૫. પૂ. વિદ્યાનંદ સરસ્વતી મહારાજના દર્શન કરી તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો.

Published On - 9:17 pm, Thu, 2 January 25

Next Photo Gallery