દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટ! અડધા ટનથી વધુ વજન, કિંમત ₹687 કરોડ

દુનિયાની સૌથી મોટી અને ભારે સોનાની ઈંટ બનાવીને એક દેશે નવો વિશ્વ વિક્રમ સર્જી દીધો છે. અડધા ટનથી વધુ વજન ધરાવતી આ ઈંટ 24 કેરેટના શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત આશરે ₹687 કરોડ આંકવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, 35 થી વધુની એક્સપર્ટ્સની ટીમે 1,400°C તાપમાને સોનું પીગળાવીને આ કારનામું કરી બતાવ્યું છે.

| Updated on: Aug 23, 2026 | 7:48 PM
1 / 6
દુનિયાભરમાં દરરોજ અનોખા અને હેરાન કરી દેનારા કારનામા થતા રહે છે. કેટલાંક કારનામા તો ઈતિહાસના પાનાઓ અને 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ' માં પણ નોંધાઈ જાય છે. આવો જ એક અદ્ભુત રેકોર્ડ કાંગારૂ દેશ ઓસ્ટ્રેલિયાના નામે નોંધાયો છે, જેણે દુનિયાની સૌથી મોટી અને ભારે સોનાની ઈંટ (ગોલ્ડ બાર) બનાવીને તહેલકો મચાવી દીધો છે.

2 / 6
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સ્થિત પર્થ મિન્ટ દ્વારા ઢાળવામાં આવેલી આ સોનાની ઈંટનું વજન અડધા ટનથી પણ વધુ છે. તેને સત્તાવાર રીતે દુનિયાની સૌથી વિશાળ અને બહુમૂલ્ય સોનાની ઈંટ તરીકે માન્યતા મળી છે. પર્થ મિન્ટ દ્વારા બનાવવામાં આવેલી આ વિશાળકાય ગોલ્ડ બારનું કુલ માપ અને શુદ્ધતા જોઈને દરેક કોઈ હેરાન છે. 24 કેરેટના શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલી આ ઈંટનું કુલ વજન આશરે 521.2 કિલોગ્રામ છે.

3 / 6
સામાન્ય રીતે બજારમાં મળતું શુદ્ધ સોનું 99.99 ટકા (ફોર-નાઈન્સ) શુદ્ધતાનું હોય છે પરંતુ આ ખાસ ઈંટને 99.999 ટકા (ફાઈવ-નાઈન્સ) ની રેકોર્ડ શુદ્ધતા સાથે બનાવવામાં આવી છે. ભારતીય રૂપિયામાં આ અડધા ટનથી પણ ભારે સોનાની ઈંટની અનુમાનિત કિંમત આશરે 687 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

4 / 6
આ ખાસ સિદ્ધિ સાથે ઓસ્ટ્રેલિયાએ બે વર્ષ પહેલાં દુબઈની એક મિન્ટ દ્વારા બનાવવામાં આવેલી 300 કિલોગ્રામ સોનાની ઈંટના પાછલા વર્લ્ડ રેકોર્ડને તોડી નાખ્યો છે. પર્થ મિન્ટ પોતાની આ ઐતિહાસિક અને કલાત્મક કૃતિને "પીપલ્સ બાર" નામ આપ્યું છે. પર્થ મિન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પોલ ગ્રાહમના જણાવ્યા અનુસાર, 'ફાઈવ-નાઈન્સ' એટલે કે 99.999% શુદ્ધતાનું સોનું ઢાળવું એ કોઈ સરળ કામ નથી.

5 / 6
આ પ્રોજેક્ટની કલ્પના એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને મુખ્ય ઈંટને ઢાળતા પહેલાં મિન્ટના કારીગરોએ નિયમ મુજબ એક 'પ્રેક્ટિસ રન' પણ પૂરો કર્યો હતો જેથી કોઈ ભૂલ ન રહી જાય. આ વિશાળ ગોલ્ડ બારને ઢાળવો એ માત્ર સોનાને પીગળાવવાનું કામ નહોતું પરંતુ તે એન્જિનિયરિંગ અને સાયન્સની એક મોટી કસોટી હતી. તેને તૈયાર કરવામાં 35 થી પણ વધુ મેટલર્જિસ્ટ્સ, વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ્સની ટીમ દિવસ-રાત લાગેલી હતી. મિન્ટની અત્યાધુનિક 'ફ્લેમલેસ કાસ્ટિંગ ચેમ્બર' ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોનાને પહેલાં આશરે 1,400°C ના અત્યંત તાપમાન પર પીગળાવવામાં આવ્યું હતું.

6 / 6
આ પછી ખૂબ જ સાવધાની સાથે તેને એક વિશાળ બીબામાં ઢાળવામાં આવ્યું અને કલાકો સુધી એક નિયંત્રિત વાતાવરણમાં ધીમે ધીમે ઠંડુ થવા દેવાયું. ઝીણવટભર્યા આયોજન અને ઉચ્ચ ટેકનિકલ ચોકસાઈના કારણે જ આટલી મોટી માત્રામાં સોનાની ગુણવત્તા અને શુદ્ધતા જાળવી શકાઈ હતી. ઓસ્ટ્રેલિયાનો આ કારનામો હવે દુનિયાભરના જ્વેલર્સ, રોકાણકારો અને સામાન્ય લોકો વચ્ચે ઉત્સુકતાનું કેન્દ્ર બન્યો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.