Room Cooling Tips : ભરઉનાળે પંખાની હવાને AC જેટલી ઠંડી કેવી રીતે બનાવવી? જાણો ટિપ્સ

ઉનાળાની તીવ્ર ગરમીમાં AC વગર પણ પંખાની હવાને ઠંડી અને આરામદાયક બનાવી શકાય છે. જાણો કેવી રીતે.

| Updated on: Mar 28, 2026 | 5:44 PM
1 / 6
ઉનાળાની ગરમી આવી જાય એટલે સૌને એક જ વિચાર આવે કે બસ, થોડી AC જેવી ઠંડી હવા મળી જાય તો મજા આવી જાય. પરંતુ દરેક માટે એર કન્ડિશનર ખરીદવું કે તેનો બિલ ભરવું સરળ નથી. એવામાં એક સામાન્ય પંખો પણ થોડા નાના ઉપાયો સાથે ઘણી હદ સુધી ઠંડક આપી શકે છે.

2 / 6
સૌ પ્રથમ તો રૂમમાં હવા આવતી-જતી રહે તે ખૂબ જ જરૂરી છે. જો રૂમ બંધ રહેશે તો ગરમી વધારે લાગશે. શક્ય હોય તો બારીઓ ખોલીને તાજી હવા અંદર આવવા દો. સાથે સાથે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સીધો રૂમમાં ન પડે તે માટે પડદા કે બ્લાઇન્ડ્સ બંધ રાખવાથી અંદરનું તાપમાન થોડું કંટ્રોલમાં રહે છે.

3 / 6
પંખાની હવાને થોડું વધુ ઠંડી બનાવવા માટે એક સરળ ટ્રિક છે – પંખાની સામે બરફથી ભરેલું વાસણ અથવા પાણીની ઠંડી બોટલ મૂકી દો. પંખો ચાલુ હોય ત્યારે આ બરફની ઠંડક હવામાં મિક્સ થઈને રૂમમાં ફેલાય છે અને તમને થોડી ઠંડી હવાનો અનુભવ થાય છે.

4 / 6
અન્ય એક સરળ ઉપાય એ છે કે બારીઓ પર ભીના પડદા અથવા ચાદર લટકાવી દો. જ્યારે બહારની હવા આ ભીના કપડામાંથી પસાર થાય છે ત્યારે તે થોડું ઠંડી થઈને અંદર આવે છે, જેનાથી રૂમમાં તાજગી અનુભવાય છે.

5 / 6
રૂમમાં થોડા લીલા છોડ રાખશો તો પણ ફાયદો થાય છે. છોડ હવાને શુદ્ધ બનાવે છે અને વાતાવરણને થોડું ઠંડુ અને ફ્રેશ બનાવવામાં મદદ કરે છે. સાથે સાથે રૂમ પણ સુંદર લાગે છે.

6 / 6
આ બધા ઉપાયો ખૂબ સરળ છે અને તેમાં વધારે ખર્ચ પણ નથી. થોડું ધ્યાન આપીને તમે તમારા પંખાથી આવતી હવાને પણ વધારે આરામદાયક બનાવી શકો છો અને ઉનાળાની ગરમીમાં થોડો રાહત મેળવી શકો છો.

Follow Us