રાત્રે રસ્તા પર ચમકતી આ પીળી લાઈટોનું કામ શું છે ? જાણો તેની કિંમત અને અદભુત ફાયદા

રાત્રે હાઈવે પર સફર કરતી વખતે તમે રોડ પર પીળી અને લાલ લાઈટો ચaમકતી જોઈ જ હશે. આ નાની અમથી લાઈટ અંધારામાં અને ભારે ધુમ્મસમાં અકસ્માત થતાં અટકાવે છે. તેને શું કહેવાય? તે કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી હોય છે? જાણો તમામ વિગતો

| Updated on: Jun 09, 2026 | 8:23 PM
1 / 10
દુનિયાભરમાં રોડ અકસ્માતો રોકવા માટે અવનવા ટ્રાફિક નિયમો અને ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. રાત્રિના સમયે હાઈવે પર દેખાતી નાની પીળી કે લાલ લાઈટો પણ આ જ સુરક્ષાનો એક ભાગ છે.

2 / 10
રસ્તાની વચ્ચે અથવા કિનારે ઝબૂકતી આ નાની લાઈટોને ટેકનિકલ ભાષામાં 'રોડ સ્ટડ રિફ્લેક્ટર' (Road Stud Reflector) કહેવામાં આવે છે.

3 / 10
આ રિફ્લેક્ટર્સનું મુખ્ય કામ રાત્રિના સમયે કે ધુમ્મસમાં ડ્રાઈવરને રસ્તાની સાચી દિશા, વળાંક અને રોડની સરહદ (કિનારો) સ્પષ્ટપણે બતાવવાનું છે.

4 / 10
જ્યારે તમે રાત્રે હાઈવે પર ડ્રાઈવિંગ કરો છો, ત્યારે રસ્તાની પટ્ટી પર પ્લાસ્ટિક અથવા મેટલના ઉપસેલા ટુકડા જોવા મળે છે, જે અંધારામાં પણ રસ્તાનો નકશો સ્પષ્ટ કરી દે છે.

5 / 10
આ રિફ્લેક્ટર્સ પર જ્યારે વાહનની હેડલાઈટનો પ્રકાશ પડે છે, ત્યારે તે તીવ્રતાથી ચમકી ઉઠે છે. જેનાથી ડ્રાઈવરને આગળ વળાંક છે કે ડિવાઈડર તેની અગાઉથી જ ખબર પડી જાય છે.

6 / 10
શિયાળામાં જ્યારે ભારે ધુમ્મસને કારણે કશું દેખાતું નથી, ત્યારે આ લાઈટો રસ્તાની મર્યાદા (લેન) બતાવીને વાહનોને ખીણમાં કે રોડની નીચે ઉતરી જતાં અને અથડાતાં બચાવે છે.

7 / 10
રસ્તા પર સામાન્ય રીતે બે પ્રકારના રિફ્લેક્ટર લગાવવામાં આવે છે - એક 'પેસિવ રિફ્લેક્ટર' (Passive) અને બીજા 'એક્ટિવ રિફ્લેક્ટર' (Active).

8 / 10
પેસિવ રિફ્લેક્ટરમાં કોઈ બેટરી કે વાયર હોતા નથી. તેમાં ખાસ પ્રકારની રેડિયમ પટ્ટી હોય છે, જે માત્ર વાહનની લાઈટ પડવાથી જ ચમકે છે.

9 / 10
એક્ટિવ રિફ્લેક્ટરમાં સોલાર પેનલ અને એલઇડી (LED) લાઈટ હોય છે. આ લાઈટો અંધારું થતાં જ આપોઆપ ચાલુ થઈ જાય છે અને સવાર પડતાં જ બંધ થઈ જાય છે. તે લાંબે સુધી પ્રકાશ આપે છે.

10 / 10
બજારમાં આ રોડ રિફ્લેક્ટર અલગ-અલગ ક્વોલિટીમાં મળે છે. સામાન્ય રીતે તેની શરૂઆતી કિંમત ₹300 થી શરૂ થઈને ₹1100 સુધીની હોય છે. કિંમત તેની મજબૂતાઈ અને લાઈટની ગુણવત્તા પર આધાર રાખે છે.

Follow Us