
બચેલી ચાની ભૂકીનો ઉપયોગ ચીકણા વાસણો સાફ કરવા માટે પણ કરી શકાય છે. ચાની ભૂકીને સૂકવીને સ્પોન્જથી વાસણો સાફ કરવા માટે ઉપયોગ કરો. આ ગ્રીસને સંપૂર્ણપણે દૂર કરે છે.

ચાની ભૂકી કાર્પેટ અને ગાલીચાને દુર્ગંધમુક્ત કરવામાં મદદ કરે છે. ભૂકીને સારી રીતે સૂકવી લો, તેમને કાર્પેટ પર છાંટો, 15 મિનિટ માટે છોડી દો, અને પછી તેમને વેક્યુમ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.