પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે. દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે અને વિશ્વાસ અપાવે છે કે તેઓ આપણું રક્ષણ કરવા સક્ષમ છે.વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે. ( Credits: PTI Images )