જૂના પંખામાં પૈસા નાખતા પહેલા ચેતજો ! જાણો ક્યારે રિપેરિંગ કરાવવો અને ક્યારે નવો ખરીદવો

ઉનાળાની શરૂઆતમાં ઘણા લોકો જૂના પંખાનું રિપેરિંગ કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક રિપેરિંગનો ખર્ચ નવા પંખા જેટલો જ થઈ જાય છે? સ્પીડ ઓછી હોવી, અવાજ આવવો કે વારંવાર બંધ થઈ જવો એ સંકેત છે કે હવે તમારે પંખો બદલવાની જરૂર છે.

| Updated on: Apr 23, 2026 | 1:19 PM
1 / 5
ઘણીવાર આપણે જૂની વસ્તુઓ ચલાવવાની કારણે મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. સીલિંગ ફેનના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. પંખો ક્યારે બદલવો અને ક્યારે રિપેર કરાવવો તે સંપૂર્ણપણે તેની હાલત અને જૂની ટેકનોલોજી પર નિર્ભર કરે છે.

2 / 5
ક્યારે રિપેરિંગ કરાવવું હિતાવહ છે?: જો તમારો પંખો નવો છે અને તેમાં નાની-મોટી સમસ્યા છે, તો રિપેરિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો પંખાના સ્ક્રૂ ઢીલા હોય, અવાજ આવતો હોય કે કેપેસિટર નબળું પડ્યું હોય, તો તેને નજીવા ખર્ચે ઠીક કરી શકાય છે. આવી સ્થિતિમાં નવો પંખો ખરીદીને પૈસા બગાડવાની જરૂર નથી.

3 / 5
પંખો ક્યારે બદલી નાખવો જોઈએ?: જો પંખો ઘણો જૂનો થઈ ગયો હોય અને દર થોડા મહિને તેને સર્વિસિંગની જરૂર પડતી હોય, તો તેને બદલી નાખવો જ સમજદારી છે. વારંવાર રિપેરિંગનો ખર્ચ ધીમે ધીમે નવા પંખાની કિંમત સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જૂના પંખાની મોટર વધુ વીજળી વાપરે છે અને હવા પણ ઓછી આપે છે.

4 / 5
નવી ટેકનોલોજીનો ફાયદો: આજના આધુનિક પંખાઓ ખાસ કરીને ઓછી વીજળી વાપરે (Energy Saving), અવાજ ન કરે અને વધુ હવા આપે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. નવી ટેકનોલોજીના પંખામાં મોટર અને બ્લેડનું સંતુલન એટલું સચોટ હોય છે કે તે લાંબા સમય સુધી જાળવણી વગર ચાલે છે.

5 / 5
આમ, જો તમારો પંખો વારંવાર દગો દઈ રહ્યો હોય, તો તેને વારંવાર ‘ડોક્ટર’ પાસે લઈ જવા કરતા નવો વસાવી લેવો એ જ લાંબા ગાળાનો ફાયદો છે. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે જ ભર ઉનાળે શાંતિની ઊંઘ પણ મળશે.

Follow Us