Home Remedies: કપડાં પરના ગમે એવા ડાઘને કહો બાય બાય ! આ ઘરેલું ટ્રિક અજમાવો અને જુઓ પરિણામ

ખાતી વખતે અથવા તો ચા કે કોફી પીતી વખતે કપડાં પર ઘણીવાર ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી કપડાં પરના આ ડાઘથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે...

| Updated on: Dec 25, 2025 | 6:12 PM
4 / 6
શાહીના ડાઘ (Ink Stains): પેનની ઇન્ક લિકેજ થવી એ એક સામાન્ય સમસ્યા છે. એવામાં ડાઘવાળી જગ્યા નીચે કાગળનો ટુવાલ મૂકો અને ડાઘ પર હેન્ડ સેનિટાઇઝર અથવા રબિંગ આલ્કોહોલ નાખો. આનાથી શાહી ફેલાવા લાગશે, તેથી તેને કોટન સ્વેબથી ધોઈ નાખો. આ પછી, ડિટર્જન્ટથી ધોઈ લો. વધુમાં સફેદ ટૂથપેસ્ટ લગાવીને તેને ઘસવાથી પણ ફાયદો થાય છે.

5 / 6
હળદરના ડાઘ: હળદરના ડાઘ સૌથી વધુ જિદ્દી  માનવામાં આવે છે. ડાઘ પર ઠંડુ દૂધ રેડો અથવા ડિટર્જન્ટની જાડી પેસ્ટ બનાવો અને તેને લગાવો. ધોયા પછી કપડાંને તડકામાં સૂકવો. હળદરના રંગને દૂર કરવામાં સૂર્યપ્રકાશ જાદુ જેવું કામ કરે છે.

6 / 6
પરસેવાના નિશાન: સફેદ શર્ટના કોલર અથવા અંડરઆર્મ્સ પર ઘણીવાર પીળા ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા માટે લીંબુના રસમાં થોડું મીઠું ભેળવીને ડાઘ પર ઘસો. તેને અડધા કલાક માટે તડકામાં રહેવા દો પછી હંમેશની જેમ ધોઈ લો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ નેચરલ બ્લીચ તરીકે કામ કરે છે.

Published On - 6:11 pm, Thu, 25 December 25