
દિલ્હીની સાઈકોલજિસ્ટ ડો.અનીતા શર્મા કહે છે કે, શારીરિક સંબંધો ન માત્ર શારીરિક જરુરતને પુરી કરે છે. પરંતુ તેનાથી ઈમોશનલ સિક્યોરિટી અને કોન્ફિડન્સમાં પણ વધારો થાય છે. આ સંબંધો ત્યારે સંભવ છે, જ્યારે બંન્ને વ્યક્તિ એક બીજાની સાથે હોય.

શારીરિક સંબંધોનું મેન્ટલહેલ્થ પર અસર સહમતિ અને પાર્ટનર વચ્ચે ઈમોશનલ કનેક્શન પર ખુબ નિર્ભર કરે છે. જામા સાઈકિયાટ્રીમાં 2024 દરમિયાન પબ્લિશ એક સ્ટડી અનુસાર અસહમતિ કે દબાવમાં બનાવેલા શારીરિક સંબંધોથી મેન્ટલ હેલ્થ પર નેગેટિવઅસર પડી શકે છે. જેનાથી પોસ્ટ ટ્રોમૈટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ચિંતા અને આત્મસમ્માનમાં ઉણપ જેવી સમસ્યાઓ આવી શકે છે.

સાઈકોલોજિકલ સાયન્સમાં પબ્લિશ એક સ્ટડી મુજબ શારીરિક સંબંધોથી કોર્ટિસોલનું લેવલ ઓછું થાય છે. જે ખાસ કરીને એ લોકોમાં જોવા મળે છે. જે પોતાના પાર્ટનરની સાથે રેગુલર અને પોઝિટિવ રિલેશન બનાવી રાખે છે.

શારીરિક સંબંધો પછી, ઓક્સીટોસિન અને પ્રોલેક્ટીન હોર્મોન્સનું સ્ત્રાવ વધે છે, જેના કારણે સારી ઊંઘ આવે છે. જર્નલ ઓફ સ્લીપ રિસર્ચ (2023) અનુસાર, સારી ઊંઘ ડિપ્રેશન અને ચિંતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. (photo : canva)