Sev Usal Recipe : ઘરે બનાવો સ્વાદિષ્ટ વડોદરા સ્ટાઇલ સેવ ઉસળ, જુઓ તસવીરો

|

Nov 19, 2024 | 11:19 AM

ગુજરાતના કેટલાક પ્રદેશની વાનગીઓ ખુબ જ પ્રખ્યાત છે. તેમાંથી વડોદરાની પ્રસિદ્ધ વાનગી એવી સેવ ઉસળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે સરળતાથી કેવી રીતે સેવ ઉસળ બનાવી શકાય છે.

1 / 5
 વડોદરાનું ફેમસ સેવ ઉસળ બનાવવા માટે સફેદ વટાણા, સેવ ઉસળ મસાલો, મીઠું, ધાણા પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો, મસાલેદાર સેવ, ડુંગળી, હળદર, કાશ્મીરી લાલ મરચાં, ચણાનો લોટ, બટેટા, તેલ, ડુંગળી, લીંબુનો રસ, દહીં સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
સૌથી પહેલા સફેદ વટાણાને 6-7 કલાક પાણીમાં પલાળી લો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ તેને બાફી લો. હવે એક પેનમાં તેલ મુકી તેમાં જીરું, રાઈ, હીંગ ઉમેરો. આ બાદ તેમાં ડુંગળીને સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટાને ઉમેરી તેને પણ સાંતળી લો. હવે તેમાં મરચુ, મીઠું, ધાણા જીરુ આદુ - મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે આ ગ્રેવીમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા અને 1 ચમચી ચણાનો લોટ ઉમેરી બરાબર ઉકળવા દો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. જ્યારે આ મિશ્રણ થોડુ ઘટ્ટ બને ત્યારે ગેસ બંધ કરી દો.

4 / 5
ફરી એક વાર પેનમાં તેલમાં જીરું, ડુંગળી ઉમેરી બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં ટામેટા અને આદુ - મરચાની પેસ્ટ, કાશ્મીરી મરચુ, સ્વાદ અનુસાર મીંઠુ ઉમેરી તરી તૈયાર કરી દો.

5 / 5
સેવ ઉસળને સર્વ કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ઉસળ લો. તેમાં સેવ , લીલી ચટણી, ગળી ચટણી, ડુંગળી સહિતની વસ્તુથી ગાર્નિશ કરો. ત્યાર બાદ બ્રેડને ગરમાગરમ સેવ ઉસળ સાથે સર્વ કરો.

Next Photo Gallery