
હવે એક પેનમાં તેલ લઈ તેમાં અડદની દાળ, ચણાની દાળ ઉમેરો.ત્યારબાદ મગફળી નાખી તે ફ્રાય થઈ જાય ત્યાર બાદ મીઠા લીમડાના પાન,ડુંગળી, વટાણા, કાપેલું ગાજર, આદુ મરચાની પેસ્ટ ઉમેરી શાક થવા દો.

હવે તેમાં સોજી નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં છાશ અથવા દહીંમાં પાણી મિક્સ કરીને ધીમે ધીમે સોજીમાં ઉમેરો અને સતત સોજીને હલાવતા રહો. જેથી ઉપમામાં ગાંઠ ન પડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

જો તમારા પાસે દહીં કે છાશ ન હોય તો તમે પાણી ઉમેરી તેમાં લીંબુનો રસ નાખી શકો છો. ધ્યાન રાખો કે 1 કપ સોજીમાં 3 કપ પાણી અથવા છાશની જરુર પડશે. ત્યારબાદ તમે તેના પર ફ્રાય કરેલા કાજુ નાખી શકો છો. ગરમા ગરમ પીરસી શકો છો.
Published On - 8:19 am, Tue, 14 January 25