
કાળઝાળ ગરમીથી તમે સત્તુનો ગળ્યો અને ખારો શરબત બનાવી શકાય છે. આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી.

બિહારમાં સ્થાનિક પીણા તરીકે સત્તુ હવે ભારતના વિવિધ પ્રદેશોમાં લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને, ઉનાળાની ઋતુમાં તેનો ઠંડો શરબત દરેકને ગમે છે.

સત્તુનો શરબત બનાવવા માટે સત્તુ, પાણી, મીઠું, કાળુ મીઠું, લીલા મરચા, લીલા ધાણા, લીંબુ, ડુંગળી, બરફ સહિતની વસ્તુઓની જરુર પડશે.

સત્તુનો શરબત બનાવવા માટે સૌથી પહેલા સત્તુના પાવડરમાં સ્વાદ અનુસાર મીંઠુ, કાળુ મીઠું, લીલા મરચા, લીલા ધાણા, લીંબુનો રસ, ઝીણી કાપેલી ડુંગળી ઉમેરો.

આ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં ગાંઠા ન પડી જાય. હવે તમે આ ઠંડા - ઠંડા શરબતને સર્વ કરી શકો છો.

તમે આ શરબતમાં બરફ ઉમેરી શકો છો. જો તમારે સત્તુનો પાઉડર ઘરે બનાવવો હોય તો તમારે મીઠા વગરના શેકેલા ચણાને દળી લો. આ તૈયાર થયેલા પાવડરને સત્તુનો પાઉડર કહેવાય છે.