ઘરે ચોખાના પાપડ બનાવવા ખૂબ જ સરળ છે.આ પાપડ બનાવવા માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો પડે છે. ચોખાના પાપડ બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રીની જરુર પડે છે.
ચોખાના પાપડ બનાવવા માટે પાણી, ચોખાનો લોટ, મીઠું, જીરું, બેકિંગ સોડા અથવા પાપડ ખાર, તેલ, લીલા મરચા સહિતની સામગ્રીની જરુર પડશે.
પાપડ બનાવવા માટે સૌથી પહેલ એક મોટા વાસણમાં પાણી ઉમેરો. તેમાં જીરું, લીલા મરચાની પેસ્ટ, પાપડ ખાર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી પાણીને 5-7 મિનિટ ઉકળવા દો.
પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં ચોખાનો લોટ ઉમેરી સતત હલાવતા રહો. હવે તે સારી રીતે કુક થવા દો. આશરે 20 થી 25 મિનિટ જેટલો સમય લાગી શકે છે. ધ્યાન રાખો કે લોટમાં વધારે પાણી ન પડી જાય નહીંતર પાપડ બનાવતા સમયે તૂટી જવાની શક્યતા વધી જશે.
હવે પાપડીની લોટ તૈયાર થઈ જાય ત્યારે તેને થોડો - થોડો લઈને બરાબર મસળી લો. જેથી લોટમાં ગાંઠા ન રહી જાય. હવે પાપડ બનાવવાના મશીનમાં પ્લાસ્ટીકની શીટ પર તેલ લગાવી પાપડનો લોટ મુકી પાપડ બનાવી લો. ત્યારબાદ ત્યાં સુધી પાપડ સુકાઈ ન જાય ત્યાં સુધી સૂર્યપ્રકાશમાં રાખો. આ પાપડને તમે શેકી અને ફ્રાય કરીને ખાઈ શકો છો. આ સાથે સ્ટોર પણ કરી શકો છો.