Gulab Pak Recipe : કચ્છની ફેમસ મીઠાઈ ગુલાબ પાક ગણતરીની મિનિટમાં બનાવો ઘરે, જુઓ તસવીરો

|

Nov 13, 2024 | 11:52 AM

ભારતમાં વિવિધ શહેરો તેમની ખાસ વાનગીઓ માટે જાણીતા હોય છે. ત્યારે ઘણી વખત બજાર જેવી સ્વાદિષ્ટ મીઠાઈ અને વાનગીઓ ઘરે નથી બનાવી શક્તા તો આજે આપણે જાણીશું કે કચ્છની પ્રખ્યાત મીઠાઈ ગુલાબ પાક ઘરે કેવી રીતે બનાવી શકાય.

1 / 6
શિયાળામાં મોટા ભાગના લોકો કચ્છના રણ ઉત્સવની મજા માણવા જતા હોય છે. ત્યારે કચ્છની પ્રખ્યાત મીઠાઈ ગુલાબ પાકની પણ મજા માણતા હોય છે. પરંતુ કેટલાક લોકોને આ મીઠાઈ બનાવવામાં મુશ્કેલી આવે છે. તો આજે આપણે આ મીઠાઈની સરળ ટીપ્સ જોઈશું.

2 / 6
ગુલાબ પાક બનાવવા માટે માવો, દૂધ, દેશી ગુલાબની પાંદડીઓ, રવો, ખાંડ, બદામ, પિસ્તા, કાજુ,ઘી સહિતની સામગ્રીની જરુર પડશે.

3 / 6
એક પેનમાં એક ચમચી ઘી લો. તેમાં માવો ઉમેરી ધીમા થી મધ્યમ આંચ પર શેકો. માવાને સતત હલાવતા રહો જેથી માવો પેનમાં ચોંટી ન જાય.  માવો શેકાઈ જાય એટલે તેને ઠંડો થવા મુકો.

4 / 6
ફરી એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રવાને ધીમી આંચ પર શેકી લો. રવો શેકો ત્યારે ખાસ ધ્યાન રાખો કે રવો કાચો ન રહી જાય. નહીંતર ગુલાબ પાકનો સ્વાદ બગાડી શકે છે. તેમજ વધારે શેકાઈ જશે તો પણ  ગુલાબ પાકનો સ્વાદ બગાડી શકે છે.

5 / 6
હવે ફરી એક વખત કડાઈમાં દૂધ ઉમેરો. ત્યાર બાદ તેમાં સાકર અથવા ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો. દૂધ ઉકળી જાય ત્યારે તેમાં શેકેલો રવો અને માવો ઉમેરી બરાબર મિક્સ કરો.  હવે દેશી ગુલાબની પાંદડીઓને મિશ્રણમાં ઉમેરી જ્યાં સુધી કડાઈમાં ઘી છૂટુ ન પડે ત્યાં સુધી સતત હલાવો.

6 / 6
ગુલાબ પાકનું મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાર પછી તેમ કાજુ, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રુટ ઉમેરો. આ સાથે જ ગુલાબજળ અથવા તો ગુલાબનું એસેન્સ પણ ઉમેરી શકો છો. હવે મિશ્રણને એક ઘી લગાડેલી થાળ પર પાથરી  4 થી 5 કલાક સેટ થવા મુકો. ત્યાર બાદ ગુલાબ પાકને ચોરસ ટુકડા પાડી સર્વ કરો.

Next Photo Gallery