
જો થાળીમાં દહીં કે રાયતા હોય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. ઘણા લોકો તેને તેમના લંચ કે ડિનર પ્લેટમાં સામેલ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો એકવાર રાજસ્થાની દહીં તીખારી ચોક્કસ બનાવો. તમને તેનો અદ્ભુત સ્વાદ ચોક્કસ ગમશે.

દહીં તીખારી બનાવવા માટે દહીં, તેલ, જીરું, ધાણા, સુકૂ લાલ મરચું, ડુંગળી, લીલા મરચા, કાશ્મીરી લાલ મરચું, લીલા ધાણા સહિતની વસ્તુની જરુર પડશે.

દહીં તીખારી ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. દહીં તીખારી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

તેમાં જીરું, હિંગ, અજમા, ધાણાજીરું, સમારેલા લીલા મરચાં ઉમેરો 1 મિનિટ થવા દો. ત્યારબાદ તેમાં ઝીણી કાપેલી ડુંગળી, સૂકા લાલ મરચાં ઉમેરી સાંતળી લો.

હવે આ દહીં પર લીલા ધાણાથી ગાર્નિશ કરી પીરસી શકો છો. આ દહીં તીખારી બાળકોથી લઈને વૃદ્ધો તમામને પસંદ આવશે.

તમે દહીં તીખારી ને ભાત, ખીચડી, રોટલી, પરોઠા સહિતની અનેક વાનગીઓ સાથે પીરસી શકો છો.
Published On - 7:44 am, Thu, 24 July 25