Disha Thakar |
Nov 10, 2024 | 2:27 PM
ગુંદર પાક બનાવવા માટે ગુંદર, ઘી, કાજુ, બદામ, નારિયેળનું છીણ, માવો, ઈલાયચી પાઉડર, જાયફળનો પાઉડર, સૂંઠ, ખાંડ સહિતની સામગ્રીની જરુર પડશે.
એક પેનમાં ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં થોડો થોડો ગુંદર ઉમેરી તેને ફુલાવી લો. હવે એક વાટકીની મદદથી ગુંદરનો ભૂક્કો કરી લો. તેમજ કાજુ- બદામ સહિતના ડ્રાયફ્રુટને ઘીમાં શેકી લો.
એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી મીડિયમ તાપે ગરમ કરો. જ્યારે 2 તારની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. ચાસણીને ચેક કરવા માટે એક પ્લેટમાં ચાસણીનું ટીપું પાડી ઠંડુ થવા દો. જો ચાસણીનું ટીપું હલે નહીં તો ચાસણી તૈયાર થઈ જશે.
હવે એક પેનમાં ઘી ઉમેરી તેમાં માવો ઉમેરી શેકી લો. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ, ગુંદરનો પાઉડર, નારિયેળનું છીણ, ઈલાયચીનો પાઉડર, જાયફળ પાઉડર, સૂંઠનો પાઉડર સહિતની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી 5 મીનીટ ગેસ પર થવા દો. ત્યારબાદ ગેસને બંધ કરી દો.
એક પ્લેટને ઘી ગ્રીસ કરી તેમાં ગુંદર પાકના મિશ્રણને એક સરખુ પાથરી દો. તેમજ આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેના ચોરસ ટુકડા કરો. ગુંદર પાકને તમે થોડા દિવસ માટે સ્ટોર કરી શકો છો.