તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમા ડિટર્જન્ટની મિલાવટ તો નથીને ? કેવી રીતે ચેક કરશો- જાણો

પનીર અસલી છે કે નક્લી અથવા તો મિલાવટવાળુ છે તે ચેક કરવા માટે સામાન્ય રીતે એક નાના પનીરના ટૂકડાને હથેળીમાં મસળીને ચેક કરી શકાય છે. જો પનીર નક્લી હશે તો તે રબર ની જેમ ખેંચાય છે જ્યારે અસલી પનીર મસળતા જ છૂટુ પડી જાય છે અને ભુકો કે મેશ થઈ જાય છે. હવે પનીરમાં અન્ય કોઈ મિલાવટ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવુ- આવો જાણીએ

| Updated on: Aug 07, 2026 | 3:35 PM
1 / 10
સામાન્ય રીતે નક્લી પનીરની બનાવટમાં ડિટર્જન્ટનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો પનીરમાં ડિટર્જન્ટ છે કે નહીં તેનો ઘરે બેઠા ફોમ ટેસ્ટ કરીને જાણી શકાય છે.

2 / 10
ફોમ ટેસ્ટ: પનીરમાં ડિટર્જન્ટ છે કે નહીં તે જોવા માટે એક પનીરના ટૂકડાને એક કાચના ગ્લાસમાં નાખો, હવે તેના પર થોડુ ગરમ પાણી રેડો. અને તેને પાણીમાં મિક્સ કરો.

3 / 10
જો આ ટેસ્ટ દરમિયાન ગ્લાસમાં તમને નાના-નાના ફીણ જોવા મળે છે તો પનીરમાં ચોક્કસપણે ડિટર્જન્ટની મિલાવટ હોય છે અને એ પનીર ખાવુ સ્વાસ્થ્ય માટે બિલકુલ હિતાવહ નથી.

4 / 10
આ ટેસ્ટ દરમિયાન જો તમને ઓઈલનું એક લેયર પાણીમાં ઉપર દેખાય છે તો એ એનાલોગ (વનસ્પતિ તેલની મિલાવટવાળુ) પનીર છે.

5 / 10
આ એક જ ટેસ્ટમાં ડિટર્જન્ટ કે વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ છે કે નહીં તે ચેક કરી શકાય છે.

6 / 10
 અસલી પનીર ચકાસવા માટે એક પામ ટેસ્ટ પણ કરી શકાય છે.

7 / 10
થોડા પનીરના ટૂકડાને હથેળીમાં લઈને મસળવાનું છે, આ દરમિયાન તે રબર જેવુ  લાગે અને વધુ પડતુ ચીકણુ લાગે તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે.  ઉપરાંત તેની સ્મેલ તમને અજીબ લાગશે.

8 / 10
નકલી પનીર ચાવતી વખતે મોઢામાં રબર જેવું લાગે છે અને તેનો સ્વાદ ફીકો કે સ્વાદહીન હોય છે.

9 / 10
 અસલી પનીર ખાવામાં હળવું મીઠું અને દૂધ જેવી સુગંધવાળું હોય છે.

10 / 10
અહીં દર્શાવેલા કેટલાક સામાન્ય ટેસ્ટ દ્વારા આપ ઘરે બેઠા જ અકલી પનીરની ખરાઈ કરી શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.