
મધ અસલી છે તે ચકાસવા માટેની ઝડપી અને ચોક્કસ પદ્ધતિ એ છે કે પાણીના ગ્લાસમાં મધના થોડા ટીપાં ઉમેરવા. અસલી મધ પાણીમાં નીચે તળિયે બેસી જશે અને જલદી ઓગળશે નહીં, જ્યારે નકલી મધ પાણીમાં તરત જ ભળી જશે.

સ્વાદ અને સુગંધ: અસલી મધની કુદરતી અને ફુલો જેવી હળવી સુગંધ હોય છે. જો મધમાં ખાંડ કે ચાશણીનું મિશ્રણ જેવી સ્મેલ આવે તો એ નક્લી મધ હોઈ શકે છે.

કાગળનો ટેસ્ટ: મધને કોરા કાગળ કે ટિશ્યુ પેપર પર મુકો. જો મધ અસલી હશે તો તે કાગળ તેને શોષી નહીં શકે અને તેનું ટીપું તેમજ રહેશે. નકલી મધ પાણીના અંશને કારણે કાગળમાં શોષાઈ જશે.

અસલી મધ ની ઓળખ માટે તેને પાણી કે અંગુઠાનો ટેસ્ટ કરવા જેવા ઘરેલુ નુસખા સૌથી વધુ કારગર છે. શુદ્ધ મધ પાણીમાં જલદી ઓગળતુ નથી અને અંગૂઠા પર ફેલાતુ નથી. જ્યારે ભેળસેળવાળુ મધ તુરંત ઓગળી જાય છે.

દિવાસળી ટેસ્ટ: એક દિવાસળીના છેડે મધ લગાવીને તેને સળગાવવાનો પ્રયાસ કરો. અસલી મધ લગાવેલી દિવાસળી સળગી જશે. જો દિવાસળી ન સળગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.

ગ્લાસ ટેસ્ટ: પાણી ભરેલા કાચના ગ્લાસમાં મધના ટીપાં નાંખીને હલાવો. જો મિશ્રણમાં ફીણ આવવા લાગે તો તેમાં ખાંડ કે અન્ય પદાર્થોની ભેળસેળ હોઈ શકે છે.