
બજારમાં મળનારુ ચીઝ કે ચીઝ સ્લાઈસની ખરાઈ નક્કી કરવા માટે સામાન્ય રીતે આયોડિન ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ જો આયોડિન ઘરમાં ઉપલબ્ધ ન હોય તો ઘર બેઠા ચીઝ અસલી છે કે નકલી તે કેવી રીતે જાણવુ તેના માટેની કેટલાક ઘરેલુ ટેસ્ટ છે જે અમે તમને જણાવશુ.

હોટ વોટર ટેસ્ટ: ગરમ પાણીના પરીક્ષણ દ્વારા અસલી ચીઝની ખરાઈ કરી શકાય છે. ચીઝના કેટલાક ટૂકડા લઈ તેને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી નાખી દો. જો એ અસલી ચીઝ હશે તો ધીરે ધીરે સામાન્ય રીતે ઓગળશે અને પોતાનો દુધિયા રંગ જાણવી રાખશે.

હાથથી મસળી જુઓ: ચીઝના એક નાના ટૂકડાને હથેળીમાં લઈને તેને થોડો મસળો, રગડી જુઓ. જો એ ટુકડાનો ભુકો થવા લાગે કે તેમા તિરાડો આવી જાય તો સમજો કે તે સ્કીમ્ડ મિલ્ક પાઉડરને કારણે આવુ થાય છે અને તે ભેળસેળવાળુ ચીઝ છે, પરંતુ જો ચીઝ અસલી હોય તો તેને હથેળીમાં મસળવાથી ચિકણુ અને ક્રિમી રહે છે.

મેલ્ટ કરો: અસલી ચીઝની ખરાઈ કરવા માટે જો તમારા ઘરે માઈક્રોવેવ ઉપલબ્ધ છે તો તેને માઈક્રોવેવમાં ગરમ કરો, તે તુરંત મેલ્ટ થવા લાગશે. જો માઈક્રોવેવ ન હોય તો સેન્ડવિચ મેકર, કે ડોસાના તવા પર મુકો, તે તરત મેલ્ટ થવા લાગે છે.

અસલી ચીઝની ઓળખ:અસલી ચીઝ મુખ્ય રીતે દૂધમાંથી બનેલુ હોય છે અને તે ગરમ થતા બહુ જલદી મેલ્ટ થઈ જાય છે જ્યારે નક્લી (એનાલોગ) ચીઝ સામાન્ય રીતે પામ ઓઈલ કે વનસ્પતિ તેલમાંથી બનેલુ હોય છે. જે બરાબર મેલ્ટ થતુ નથી અને અજીબ રીતે ચીપકે છે.

આયોડિન ટેસ્ટ: જો ચીઝના ટૂકડા ઉપર આયોડિન સોલ્યુશન કે આયોડિન ટીંચરના કેટલાક ટીપા નાખો છો અને ચીઝનો રંગ બદલીને બ્લુ કે કાળો પડી જાય છે તો સમજો એ નક્લી ચીઝ છે અને તેમા સ્ટાર્ચ છે. અસલી ચીઝ તેનો વ્હાઈટ ક્રિમી રંગ ક્યારેય છોડતુ નથી.

ચીઝ અસલી છે કે નકલી તે ચકાસવા માટે સૌથી પહેલા તેનું પેકિંગ અને લેબલ તપાસો. જો તેના પર Processed Cheese Food Product અથવા Analogous Cheese લખેલું હોય, તો તે નકલી અથવા વનસ્પતિ તેલ અને મિલ્ક સોલિડ્સમાંથી બનાવેલું પ્રોસેસ્ડ ચીઝ છે. અસલી ચીઝ દૂધમાંથી જ બને છે.
Published On - 2:39 pm, Sun, 5 July 26