
ભારતીય રૂપિયાની નબળાઈ, શેરબજારની અસ્થિરતા અને વૈશ્વિક અનિશ્ચિતતાઓએ રોકાણકારોની ચિંતા વધારી છે, ત્યારે સોના અને ખાસ કરીને ચાંદીએ આ વર્ષે પ્રભાવશાળી વળતર આપ્યું છે, જેનાથી રોકાણકારો ધનવાન બન્યા છે. 2025માં 24 કેરેટ સોનાએ 10 ગ્રામ દીઠ ₹1,34,000નો આંકડો વટાવી દીધો હતો, પરંતુ ચાંદીએ રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરી 2025માં પ્રતિ કિલો આશરે ₹88,000ના ભાવે વેચાયેલી ચાંદી હવે પ્રતિ કિલો આશરે ₹2,11,000ની આસપાસ પહોંચી ગઈ છે, જે એક જ વર્ષમાં 135 ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે.

માન્યતાઓ પ્રમાણે નાની આંગળી અથવા અંગૂઠામાં ચાંદીની સાદી વીંટી અથવા બંગડી પહેરવી શુભ માનવામાં આવે છે. મહિલાઓ માટે ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરવી અનુકૂળ માનવામાં આવે છે. ઉપરાંત, સોમવાર અને શુક્રવાર ચાંદી પહેરવા માટે ખાસ શુભ દિવસો ગણાય છે. ( Credits: AI Generated )

સોમવાર ચંદ્ર દેવતાનો દિવસ માનવામાં આવે છે, જ્યારે શુક્રવારનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. આ દિવસોમાં ચાંદી ધારણ કરવાથી વધુ સકારાત્મક ફળ મળવાની માન્યતા છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )