
શો ના દરેક કિરદારે જીત્યુ હતુ દિલ: આ શો માં ભગવાન રામના જીવનના સંપૂર્ણ વાર્તા બતાવવામાં આવી હતી. તેમના જન્મથી લઈને વનવાસ, સીતા હરણ, રાવણ વધ અને ત્યારબાદ અયોધ્યા પરત ફરવા સુધીનું બધુ જ. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણ જેવા કિરદારોને લોકોએ દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યુ હતુ.

અરુણ ગોવિલથી લઈને દિપીકા ચિખલીયા સુધી: રામનો કિરદાર અરુણ ગોવિલે નિભાવ્યો હતો. સીતાનો કિરદાર દિપીક ચિખલિયા અને હનુમાનનો કિરદાર દારાસિંહે નિભાવ્યો હતો. રાવણનો રોલ અરવિંદ ત્રિવેદીએ નિભાવ્યો હતો. આ કિરદારો એટલા લોકપ્રિય થયા હતા કે લોકો તેને સાક્ષાત ભગવાન માનવા લાગ્યા હતા.

લોકડાઉનમાં પણ કરોડો લોકોએ જોઈ: વર્ષ 2020માં જ્યારે દેશમાં લોકડાઉન થયુ તો આ શોને ફરી પ્રસારીત કરવામાં આવ્યો. આ વખતે પણ લોકોનો પ્રેમ જરા પણ ઓછો થયો નહીં. 16 એપ્રિલ 2020 એ શરૂ થયેલા એક એપિસોડને એકલાને 7.7 કરોડ લોકોએ જોયો હતો. આ વખતે પણ લગભગ 20 કરોડ દર્શકો જોડાયા હતા.

25 દિવસમાં મળ્યા 85 કરોડ વ્યુઝ, IMDb પર 9.1 રેટીંગ: આ પ્રકારે રામાયણને કૂલ મળીને લગભગ 85 કરોડ લોકોએ જોઈ, આજે પણ IMDb પર તેની રેટીંગ 9.1 છે. જે તેની લોકપ્રિયતા બતાવે છે અને આજે પણ લાખો લોકો તેને જોવાનું પસંદ કરે છે. તેનુ નામ ગિનીઝ અને લિમ્કા વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ છે.
Published On - 6:37 pm, Tue, 22 July 25