
પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરની બહાર વડાપ્રધાન મોદીને આવતા જોઈ કાર્યક્રમમાં હાજર લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ સાધુ સંતો અને બોલિવૂડ-રમતગમત-રાજકારણની હસ્તીઓની નજીક જઈને તેમનું અભિવાદન કર્યુ હતુ. રામ મંદિર બનાવવામાં પોતાનું યોગદાન આપનાર કારીગરો પર તેમણે પુષ્પ વર્ષા પણ કરી હતી.

આજે આ મહોત્સવમાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતજીને યૂપીના મુખ્યમંત્રીના હસ્તે આ મંદિર ભેટમાં આપવામાં આવ્યું હતું.તે ચાંદીનું મંદિર સુરતના એક જેવલર્સ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિંગર સોનુ નિગમનો મધૂર સ્વર સાંભળવા મળ્યો હતો. આ મહોત્સવમાં અંબાણી પરિવાર, અમિતાભ-અભિષેક બચ્ચન, રજનીકાંત, વિવેક ઓબરોય, અનુપમ ખેર, જેકી શ્રોફ, સચિન તેંડુલકર, અનિલ કુંબલે , રવિન્દ્ર જાડેજા, રિવાબા, સાનિયા નહેવાલ , મિતાલી રાજ, વેંકટેસ્વર પ્રસાદ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, કેટરિના કેફ, વિકી કૌશલ અને સુનિલ શેટ્ટી સહિતની હસ્તીઓ હાજર રહી હતી.

પ્રાણ પ્રતિષ્ઠા અને વડાપ્રધાન મોદીની સ્પીચ બાદ સાધુ સંતોએ રામ લલ્લાની ઝલક મેળવવા માટે મંદિર તરફ દોટ લગાવી હતી. રામ મંદિરમાં પોતાના રામને જોવાનો તેમનો ઉત્સાહ તેમની આંખોમાં જોવા મળી રહ્યો હતો.