Rajkot : બાળકો અને યુવા પેઢીને મોબાઇલની લત છોડાવવા વિદ્યાર્થિનીઓનો અનોખો પ્રયાસ, જુઓ તસવીરો

|

Apr 01, 2024 | 3:24 PM

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

1 / 6
મોબાઈલના કારણે એવા પણ અનેક કિસ્સા સામે આવે છે કે જેમાં બાળકો સુસાઇડ કરવાનું વિચારતા હોય છે, અથવા તો બાળકમાં ચિડીયાપણું પણ દેખાવા લાગતુ હોય છે, ત્યારે તેને રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની 60 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2 / 6
સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની મનોવિજ્ઞાન ભવનની 60 વિદ્યાર્થિનિઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર રસ્તા ચોકમાં ઉભા રહીને મોબાઈલની લત છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.

3 / 6
રેસકોર્સ, કાલાવડરોડ, આકાશવાણી ચોક, ઈન્દિરાસર્કલ અને કે.કે.વી.હોલ સહિતના વિસ્તારોમાં આ દિકરીઓ ઉભી રહીને લોકોને મોબાઈલની લત છોડાવવા માટે એક પ્રયાસ કરી રહી છે.આ દીકરીઓ લોકોને મોબાઇલની લત છોડાવવા સમજાવી પણ રહી છે.

4 / 6
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે આજની પેઢી રસ્તાઓ પરથી પસાર થતી હોય, ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરી રહી છે, જે ન કરવો જોઈએ. રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ બને છે. જેથી ડ્રાઈવિંગ કરતા સમયે કે પછી રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

5 / 6
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આજના યુવાનો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરે છે.યુવાનો તેના મોબાઈલમાં કોઈ ઈમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે મેસેજ તો નથી આવ્યું તે જોવાનું પહેલા પસંદ કરે છે.આ ખૂબ જ ખરાબ આદત છે. સવારે ઉઠીને પહેલા પૂજા, કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવા જેવી દૈનિક ક્રિયાઓ કરવી જોઈએ.

6 / 6
મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

Published On - 3:22 pm, Mon, 1 April 24

Next Photo Gallery