
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ આ 3 ટકા ડિસ્કાઉન્ટ/લાભ યોજના ૧૪ જાન્યુઆરી 2026થી 14 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને મુસાફરોના પ્રતિસાદ (ફીડબેક)નું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

રેલવે બોર્ડની આ પહેલથી મુસાફરોમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધશે તેમજ અનારક્ષિત ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી, સુવિધાજનક અને પારદર્શક બનશે. ડિજિટલ માધ્યમ દ્વારા ટિકિટ બુક કરવાથી મુસાફરોનો સમય બચશે અને સાથે સાથે તેમને સીધો આર્થિક લાભ પણ મળશે.