રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર

રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો મોટો નિર્ણય લીધો છે. છેલ્લા 13 વર્ષથી કેજરીવાલના સૌથી વિશ્વાસુ મનાતા રાઘવ ચઢ્ઢા રાજકારણમાં આવતા પહેલા લંડનમાં સ્થાયી હતા અને જાણીતી કંપનીઓમાં CA તરીકે કામ કરતા હતા. વાંચો તેમની સફર.

| Updated on: Apr 25, 2026 | 8:30 PM
1 / 6
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 13 વર્ષથી તેઓ 'આપ' સાથે જોડાયેલા હતા. 2013માં તેઓ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય તરીકે જોડાયા હતા. ત્યારે ચાલો જાણીએ કે રાજકારણમાં આવતા પહેલા તેઓ શું કરતા હતા અને તેમની મોટી સિદ્ધિઓ શું રહી છે?

2 / 6
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે અને તેમની સાથે 7 સાંસદોને પણ લઈ જઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી AAP હાઈકમાન્ડ અને રાઘવ ચઢ્ઢા વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, જેનો આજે અંત આવ્યો છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી દ્વારા જ રાજકારણ અને સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. એવામાં એ જાણવું રસપ્રદ છે કે તેઓ અગાઉ કયા ક્ષેત્રમાં કાર્યરત હતા.

3 / 6
વર્ષ 2013માં જ્યારે અન્ના હજારેનું 'ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન' આંદોલન તેના છેલ્લા તબક્કામાં હતું અને રામલીલા મેદાનમાં કેજરીવાલ પ્રદર્શન કરી રહ્યા હતા, તે સમય સુધીમાં રાઘવ ચઢ્ઢા એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બની ચૂક્યા હતા. તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કરીને ભારત પરત ફર્યા હતા અને ત્યારે જ તેમની મુલાકાત અરવિંદ કેજરીવાલ સાથે થઈ હતી.

4 / 6
રાજકારણમાં આવ્યા પહેલા પણ રાઘવ ચઢ્ઢાના નામે માત્ર 22 વર્ષની ઉંમરે CA બનવાની મોટી સિદ્ધિ હતી. તેમણે ખૂબ જ નાની ઉંમરે લાયસન્સ મેળવી લીધું હતું અને તેઓ દેશના હાઈ ટેક્સ પેયર ગ્રુપમાં સામેલ થઈ ગયા હતા.

5 / 6
રાઘવ ચઢ્ઢાએ દિલ્હી યુનિવર્સિટી (DU) માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વ્યવસાયે CA બનવાનું પસંદ કર્યું અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) માંથી અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે પ્રખ્યાત મલ્ટીનેશનલ ઓડિટ કન્સલ્ટિંગ ફર્મ્સ ડેલોઈટ (Deloitte) અને ગ્રાન્ટ થોર્ન્ટન (Grant Thornton) માટે કામ પણ કર્યું હતું.

6 / 6
આમ આદમી પાર્ટીમાં રાઘવ ચઢ્ઢાનું પ્રથમ અસાઇનમેન્ટ દિલ્હી જનલોકપાલ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરનાર રાહુલ મેહરાને સહયોગ આપવાનું હતું. આ જવાબદારી ખુદ અરવિંદ કેજરીવાલે તેમને સોંપી હતી. 2013માં તેઓ પાર્ટીના મેનિફેસ્ટો (જાહેરનામું) બનાવનાર ટીમમાં પણ હતા અને થોડા સમય માટે ટ્રેઝરર (ખજાનચી) પણ બન્યા હતા. એક વોલન્ટિયર તરીકે જોડાયેલા રાઘવ જોતજોતામાં કેજરીવાલના સૌથી ખાસ બની ગયા અને મીડિયામાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની ઉભર્યા હતા.

Published On - 8:11 pm, Sat, 25 April 26

Follow Us
Loading...
Unable to load recommendations.